મહાપાલીકા દ્વારા ૩ માસમાં ૭૦ કરોડની વસુલાત કરાઈ

1053

ભાવનગર મહાનગર પાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા બે માસ દરમિયાન રૂા.૭૦ કરોડના ઘરવેરાની વસુલાત કરી છે. હજુ પણ રૂપીયા ત્રણસો ચાલીસ કરોડની વસુલાત બાકી છે.

ભાવનગર મહાનગર પાલિકાના ઘરવેરા વિબાગ દ્વારા શહેરના કરદાતાઓ પાસેથી રૂા.૪.૨૯ કરોડની રકમ લેણી હોય જેમા ગત તા.૧ એપ્રિલથી ૩૦ જુન સુધીમાં સમય દરમિયાન રૂા.૭૦ કરોડની રકમ વેરા પેટે વસુલવામાં આવી છે. આ ઉપરાંત જુલાઈ માસના પ્રારંભ ત્રણ દિવસ દરમિયાન ૭ જેટલા મોબાઈલ ટાવરોને વેરો ભરવા વાંરવાર નોટીસો પાઠવવા છતા કોઈ પ્રત્યુત્તર કે વેરો ભરપાઈ ન કરતા ૭ મોબાઈલ ટાવરો સીલ કરવામાં આવ્યા હતા તથા ૨૩ અન્ય મિલ્કત મળી કુલ ૩૦ મિલ્કતો સીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા ૩ માસ કરતા વધુ સમયથી વેરા પ્રશ્ને પેચીદી બનેલ અને હાલ કોર્ટ દ્વારા હરરાજીની મંજુરી આપવામાં આવી છે. એવી મિલ્કતના ધારકોને ફાઈનલ નોટીસ પાઠવી છે. વધુમાં એવુ પણ જાણવા મળ્યુ છે કે જુલાઈ માસના અંત સુધીમાં ૨૦ જેટલી મિલ્કતની હરરાજી યોજવામાં આવશે જે માટે તંત્રએ અંતિમ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

રૂા.૫૦ લાખથી અધિક રકમનો કરવેરો બાકી છે તથા કોર્ટ અગર અન્ય કારણો સર વેરો વસુલવાનો હબાકી છે તે અંગે પણ અધિકારીગણ દ્વારા ઉંડો અભ્યાસ કરી કાયદાની રૂએ તુરંત પગલા લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

Previous articleભંડારિયા નાળા પરથી કેમીકલ ભરેલુ ટેન્કર ખાબક્યું
Next articleતળાજા-મહુવામાં બે-બે ઈંચ વરસાદ