ધારાસભ્ય ચૂંટાયા પહેલા જ બાવળિયાને મંત્રી બનાવાય તેવી ગુજરાતમાં પ્રથમ ઘટના

2212

કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાએ રાજીનામુ આપતા હવે તેઓ ભાજપમાં જોડાશે. મંત્રી મંડળમાં તેમનો સમાવેશ નિશ્ચિત મનાય છે. તેઓ પેટાચૂંટણીમાં ભાજપમાંથી ચુટાઈને મંત્રી બનશે કે તે પહેલા બનશે ? તે પ્રશ્ન મુખ્ય છે. જો ધારાસભામાં ચૂંટાયેલા ન હોય તો પણ મંત્રી બનાવાયા હતા. મંત્રી બન્યા પછી ૬ મહિનામાં ધારાસભામાં ચૂંટાવાનું ફરજીયાત છે. ન ચૂંટાઈ શકે તો મંત્રી પદ ગુમાવવું પડે છે. કુંવરજીભાઈને ફરી ધારાસભામાં ચૂંટાયા પહેલા મંત્રી બનાવાય તો તે ગુજરાતના ઈતિહાસમાં કદાચ પ્રથમ ઘટના બની હતી. ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી વિધાનસભાના સભ્ય ન હોવા છતા મુખ્યમંત્રી બન્યા હતા બાદમાં વિધાનસભામાં ચૂંટાયા હતા. જો કે મંત્રી પદની બાબતમાં આવુ થયુ નથી. ભાજપના ટોચના વર્તુળો એવુ કહે છે કે, કુંવરજીભાઈને ચૂંટાયા પછી જ મંત્રી મંડળમાં સમાવવામાં આવશે.

Previous articleગુજરાતમાં ૧૦૮થી વધુ તાલુકામાં વરસાદ : સુરતમાં ધોધમાર ૬ ઈંચ
Next articleનિર્ણય લેતા પહેલા કોઇને પૂછવું જોઇતું હતું : અલ્પેશ ઠાકોર