ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, બાવળિયાનું રાજીનામું એ દુઃખ બાબત છે. કોંગ્રેસ પ્રદેશ નેતાઓએ સિનિયર અને જુનિયરનો સમન્વય કરીને સિનિયરોનું સન્માન જળવાય એ પ્રકારે કાર્યપદ્ધતિ અપનાવવી પડશે. અને જ્યાં વ્યક્તિગત સ્વાર્થો આવે છે ત્યાં નારાજગી આવે છે. જ્યાં અપેક્ષાઓ આવે છે ત્યાં નારાજગી આવે છે. પ્રજા માટેની નારાજગી હોવી જોઇએ. રાજનીતિનો મુળ ગુણધર્મ શું છે? પ્રજાના કામો થાય પ્રજાના કામો થકી પ્રજાને શુખ આપી શકે.