બોટાદ ખાતે બોટાદ જિલ્લા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન યજમાન પદે બેઠક મળી જેમાં કાઉન્સિલ પ્રમુખ હરેશભાઈ પટેલ, ડિરેકટર ડો.હિતેષ હડિા, ડો.ચાવડા ડો.દેવાંગભાઈ, ડો.કે.કે બોટાદના તમામ ડોકટરો તેમજ એસોસીએશનના પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસ્િોન્ટ હાજર રહ્યા હતા. ગાંધીનગર, અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, રાજુલા, મહુવા, ગારીયાધાર, તળાજા, કચ્છ, રાપર, જુનાગઢ, મળીને ૩૦૦ જેટલા ડો.આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કેક કાપી ડોકટર ડેની ઉજવણી કરી કાઉન્સિલના પ્રમુખ અને ડિરેકટરનું સન્માન કરી, ગુજરાતમાં મોર્ડન ફરમેકોલોજીનો બ્રિજ કોર્સ બાબતે ગહન વિચારણા, કરી દરેક તાલુકાથી જીલ્લા સુધી જોરદાર સંગઠન બનાવી સરકારમાં રજુઆત કરવા રોડ મેપ બનાવ્યો, ગુજરાતના કોઈ પણ હોમીયોપેથી તબીબને હર હમેશા હોમોયોપેથીક મેડિકલ કાઉન્સિલ મદદે રહેશે. એવુ જણાવ્યું ગુજરાતના ૨૪૦૦ ડો. અને ૯૦૦૦ થી વધુ મેડિકલ સ્ટુડન્ટ બ્રિજ કોર્સ લાવવા કામે લાગી જાવા ડો.હિતેષ હડિયા દ્વારા આહવાન કરવામાં આવ્યું.