ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબખાન કે. રાઉમા દ્વારા ભાવનગર શહેર કોંગ્રેસના લઘુમતી વિભાગના ચેરમેન પદે મુસ્લિમ સમાજના અગ્રણી એવા અનવરખાન રહીમખાન પઠાણની નિમણુંક કરવામાં આવેલ છે.
આજે અનવરખાન પઠાણને ચેરમેન તરીકે નિમણુંક આપતો લેટર આપવામાં આવેલ. કોંગ્રેસ શહેર લઘુમતી વિભાગના ચેરમેન પદે અનવરખાન પઠાણની નિમણુંક થતા પ્રદેશ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ, ભીખાભાઈ જાજડીયા, સાજીદ કાઝી તેમજ કોંગ્રેસના હોદ્દેદારો અને મુસ્લિમ સમાજના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી અને નિમણુંકને આવકારી હતી.