પાલીતાણા ભાવનગર હાઈવે પર આવેલ મોખડકા ગામ નજીક બ્રીજ ઘણા સમયથી જર્જરીત હોય અનેકવખત ગ્રામ્યજનો સહિત રીપેરીંગ અથવા નવો બનાવવા માંગણી કરાઈ હોવા છતાં સરકારી તંત્ર ધ્યાન દેતું ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. આજે સવારે પાલીતાણાથી ઉપડેલ ઈકો કાર અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે એકાએક ઈકો ગાડી પુલનીચે ઉતરી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ ન હતી. ડ્રાઈવર સહિત ત્રણ મુસાફરોનો આબાદ બચાવ થવા પામ્યો હતો મોખડકા પુલ સહિત આગળ પાછળના ભાગે રસ્તા પર મસમોટા ગાબડા પડી જવા પામેલ છે આ જો રીપેરીંગ કરવામાં નહી આવેતો મોટી દુર્ઘટના સરજાતા વાર લાગશે નહી.