બોટાદ એલ.સી.બી.ના પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામી તથા પો.સ.ઇ. ડી.વી.ડાંગરના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના હે.કો. ભગવાનભાઇ, પ્રવિણસિંહ, મયુરસિંહ, ક્રિપાલસિંહ વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પ્રવિણસિંહને મળેલ બાતમી આધારે રાણપુર પોલીસ સ્ટેશન ના ર૦૧૦નો ગુન્હાના કામે આજદીન સુધી નાસતો ફરતો આરોપી પંકજભાઇ લાલજીભાઇ પરમાર ઉ.વ.૪૬ રહે.ખસ તા.રાણપુર જી.બોટાદ હાલ રહે. શાસ્ત્રીનગર નાનામવા મેઇન રોડ રાજકોટ વાળાને ખસ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પકડી સી.આર.પી.સી. ક.૪૧(૧)આઇ મુજબ અટક કરી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપી ધોરણસરની કાર્યવાહી કરવામા આવેલ છે.