ભાવનગર શહેર અને જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપારીકરણ અને ગુજરાતમાં ૬૦ થી ૭૦% પ્રાઇવેટ સ્કૂલોએ એફઆરસીમાં નોંધણી કરાવેલ ન હોય તેવી સ્કુલો પર સરકાર દ્વારા આજદિન સુધી કોઈ પગલાં ભર્યા નથી તેની સામે ડીઈઓ કચેરી તાળાબંધી અને બહેરી સરકારના કાન ખોલવા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજકુમાર મોરી, શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ રાજપાલસિંહ જાડેજા, વિપક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ, પ્રદેશ યુવા કૉંગ્રેસ મહામંત્રી લાલભા ગોહિલ, ભાવનગર પશ્ચિમ યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ, જયદેવસિંહ ગોહિલ, ભાવનગર જિલ્લા યુવા કૉંગ્રેસ ઉપપ્રમુખ બળદેવભાઈ સોલંકી, જિલ્લા યુવા કૉંગ્રેસ મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા, રવીરાજસિંહ ગોહિલ, શિવાભાઈ ડાભી, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જીવરાજભાઈ અંજારા, મુકેશભાઈ પંડિયા, પવનભાઈ મજેઠીયા, જીગ્નેશભાઈ ચૌહાણ, રજાકભાઈ કુરેશી, મહેબૂબભાઈ બ્લોચ, દિનેશભાઇ ચૌહાણ, ગિરિરાજસિંહ વાળા સહિત યુવા કૉંગ્રેસ, એનએસયુઆઈના આગેવાનો-કાર્યકરો જોડાયા હતા.