કોન્ટ્રાકટર પર ખંડણી મામલે ફાયરીંગ

2907

બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના મોટી કુંડળ ગામ નજીક સિહોરના કનીવાવ ગામે રહેતા યુવાન કોન્ટ્રાકટર હરદેવસ્હ નકુમનું બ્રિજનું કામ શરૂ હોય ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ખંડણી મામલે ફાયરીંગ કરી પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છુટયા હતાં. બનાવમાં ઈજાગ્રસ્ત  યુવાનને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, ત્યારે બનાવની જાણ થતા બોટાદ એસ.પી.સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.

સિહોરના નવાગામ કનિવાવ ગામે રહેતા અને કન્સ્ટ્રકશન વ્યવસાય સાથે જોડાયેલ હરદેવસિંહ નકુમ પર જીવલેણ હુમલો  થયાની વિગતો પ્રકાશમાં આવેલ ગઢડાના મોટી કુંડળ ગામેથી એક કીમી દુર સમઢીયાળા રોડ પર સિહોરના હરદેવસિંહ ધીરૂભા નકુમના બાંધકામના કોન્ટ્રાકટની કામગીરી શરૂ હતી ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને હુમલો કર્યો હોવાની વિગતો ખુલવા પામી હતી. ઈજાગ્રસ્ત હરદેવસિંહને ગંભીર હાલતે ભાવનગર ખસેડાયા છે. ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતાં. બોટાદના એસ.પી. સજનસિંહ પરમાર ડીવાયએસપી પટેલ સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જયારે સમગ્ર ઘટના મામલે બોટાદ જીલ્લામાં આશરે પ૦ લોકોની એક ટોળકી સક્રિય થઈ હોય અને સરકારી કામો કરતા કોન્ટ્રાકટરોને હેરાન-પરેશાન કરી ધાક-ધમકીઓ આપી ખંડણી ઉધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હરદેવસિંહ ખંડણી દેવાની ના કહેતા તેના પર ફાયરીંગ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleશિક્ષણાધિકારી કચેરી સામે કોંગ્રેસનું હલ્લાબોલ
Next articleશહેરમાં સામાન્ય વરસાદે પણ ગંદકી અપાર