ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ક્રિએટીવ કલબ દ્વારા એમ.કોમ. ડીપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગેસના ઉપયોગ કર્યા સિવાય જે વાનગીઓ આપણી સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ઘરે આવતા મહેમાનો માટે જે વાનગીઓ આપણે આવકારવા માટે આપતા હોય તેવી વાનગીઓ જાતે બનાવી હતી.