ન.પ્રા. શિક્ષણ સમિતિ સંચાલિત ચાણક્ય પ્રા. શાળા નંબર ૩ થી ૪ બાનુબેનની વાડી કુંભારવાડા ધોરણ ૧માં નવા પ્રવેશ મેળવનાર બાળકોને દાતા તરફથી મળેલ પાટી, આંક, રૂમાલ, પેન્સિલ, રબર, સંચો, ફુટપટ્ટી વગેરે વસ્તુઓ સહિતની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ભાવનગર સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન યુવરાજસિંહ ગોહિલ્ તથા મહેશભાઈ રાવલ, શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ તથા શિક્ષણ સમિતિ સદસ્ય કમલેશ ઉલવા તથા હીરાબેન વિજુડા, વોર્ડ પ્રમુખ ઉષાબેન ગોહેલ તથા મહામંત્રી હૈરન મોરડીયા તથા પૂર્વ નસેગરવક અમરશીભાઈ ચુડાસમા, ભગતકાકા, હરેશ મેણિયા, દેવુબેન તથા સુરેશ ખડિયા, શાળાના આચાર્ય અને શિક્ષકો અને બહોળી સંખ્યામાં વાલી ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોના હસ્તે નવા પ્રવેશ મેળવેલ. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.