રૂપાણી સરકાર કુંવરજી બાવળિયા પર આફરિન, ત્રણ ખાતા સોંપાયા

1516

કોંગ્રેસને અલવિદા કેહનારા દિગ્ગજ નેતા કુંબરજી બાવળીયાને ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થયાને હજી માંડ એક દિવસ જેટલો સમય થવા આવ્યો છે. આ સાથે જ તેમને રાજ્યની વિજય રૂપાણી સરકારમાં કેબીનેટ મંત્રી બનાવવામાં આવ્યાં છે. આ સાથે જ રૂપાણી સરકારમાં મંત્રીઓની સંખ્યા પણ ૨૦થી વધીને ૨૧ થઈ ગઈ છે.

કુંવરજી બાવળીયાને પાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા સોંપવામાં આવ્યાં છે.

ગઈ કાલે કોંગ્રેસના દિગ્ગજ અને સૌરાષ્ટ્રમાં મોટું નામ ગણાંતા નેતા કુંબરજી બાવળીયા અચાનક ભાજપમાં જોડાયા હતાં. તેમને કમલમ ખાતે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. બાવળીયા ભાજપમાં શામેલ થતાની સાથે જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે તેમને કેબિનેટમાં મંત્રીપદ આપવામાં આવી શકે છે.

આજે વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં કુંવરજી બાવળીયાને એક બે નહીં પણ ત્રણ ખાતા આપવામાં આવ્યાં હતાં. બાવળીયાને પાણી-પુરવડો, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ ખાતા સોંપવામાં આવ્યા છે. ઉપરાંત તેમને કેબિનેટમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. બાવળીયાને આ ખાતા આરસી ફળતુ અને પરબત પટેલ પાસેથી લઈને આપવામાં આવ્યા છે. આર સી ફળદુ પાસેથી ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન ખાતું લઈને બાવળિયાને સોંપવામાં આવ્યું છે. જ્યારે પરબત પટેલ પાસેથી પાણી-પુરવઠા ખાતુ લઈને કુંવરજી બાવળીયાને અપાયું છે.

આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીમંડળમાં પણ વધારો થયો છે. વિજય રૂપાણી સરકારનું મંત્રીમંડળ ૨૦ થી વધીને ૨૧ થઈ ગયું છે.

Previous articleહીરાભાઈ દ્વારા ચારધામ યાત્રા કરાવાઈ
Next articleઘોઘા તાલુકા પંચાયતમાં તલાટીઓની બેઠક મળી