બજરંગદળ દ્વારા ચીની સામાનની હોળી

1491
bvn282017-8.jpg

ભારત માટે આર્થિક પડકાર બનેલા ચીન દ્વારા વૈશ્વિક સ્તર ઉપર ભારત વિરોધી નીતિ અપનાવવામાં આવી રહી છે. ચીની સેનાએ અત્યાર સુધીમાં ભારતની સરહદમાં ૪૬૯ વખત ઘુસણખોરી કરી છે અને દુશ્મન દેશ પાકિસ્તાનને પણ ભરપુર મદદ કરી રહ્યું છે. દર વર્ષે ચીનમાંથી ભારતમાં ૬૧-૮ બીલીયન ડોલરનો સામાન આયાત કરવામાં આવી રહ્યો છે. જેના લીધે ભારતની આર્થિક કમર ભાંગી રહી છે.
આજે ભારતીયો દ્વારા સ્વૈચ્છિક જાગૃતિથી ચીની સામાનના વપરાશનો બહિષ્કાર કરવામાં આવે તો ખરા અર્થમાં ભારત માતાની સેવા થઈ શકે તેમ છે. આથી બજરંગદળ ભાવનગર મહાનગર દ્વારા આજરોજ હેવમોર ચોક ખાતે ચીની માલસામાનની હોળી કરવામાં આવી હતી. જેમાં બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા ચીન વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ચીની માલની હોળી નિવૃત્ત સેનાના જવાનોના હાથે કરવામાં આવ્યું હતું.

Previous articleગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ડો.વાસાએ ભાવનગરના વેપારીઓના પ્રશ્નો સાંભળ્યા
Next articleશિશુવિહારમાં વક્તવ્ય યોજાયું