જાફરાબાદના ધોળાદ્રી ગામે સિંહ પરિવાર દ્વારા ૯ પશુઓના ધોળા દિવસે મારણ કરાતા ગામમાં ફફડાટ ફેલાયો હતો.
જાફરાબાદના ધોળાદ્રી ગામે સિંહ પરિવાર દ્વારા ર ગાયો અને ૮ ઘેટા-બકરાના મારણ કરી મીજબાની ઉડાવી નિરાંતે જાડીઓમાં સંતાયા જ્યારે મોકો મળે ત્યારે આઠ મારણની જફાયત ઉઠાવશે પણ ગામમાં દહેશતનો માહોલ છવાયો. વન વિભાગના ફોરેસ્ટર સારલાભાઈને જાણ કરતા તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પશુ માલિક મેપાભાઈ ભીખાભાઈ રબારીની માલિકીની બે ગાયો અને ૭ ઘેટા બકરાના મારણ પંચનામુ કરવા સાથી વન વિભાગના પ્રવિણભાઈ નાના સાકરીયાવાળાએ ૧ નર સિંહ અને માદા સિંહણે માર કરેલની જાણ ગામના સરપંચ પ્રવિણભાઈ વરૂ, માજી સરપંચ રણુભાઈ વરૂ હાજર રહી જરૂરી કેસ કાગળો કરી ઉપર લેવલે આ ગામના ગરીબ રબારીને યોગ્ય સહાય વન વિભાગ તરફથી મળે તેવી કાર્યવાહી હાથ ધરાઈ છે.