રાણપુર પોલીસે ભંગાર વાહનોની હરરાજી કરી

1151

બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશન ખાતે બિનવારસી વાહનોની જાહેર હરરાજી કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા ર૬ મોટરસાયકલ તથા ૩૮ ભંગાર સાઈકલની જાહેર હરરાજી બોટાદ ડીવાયએસપી ડી.એસ. પટેલ, એલસીબી પીઆઈ એચ.આર. ગોસ્વામી, રાણપુર મામલતદાર તથા રાણપુર પીએસઆઈ એસ.એન. રામાણીની અધ્યક્ષતામાં રાણપુર પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં આ હરરાજી કરવામાં આવી હતી. જેમાં ર૬ મોટરસાયકલ અને ૩૮ સાઈકલ તમામની જાહેર હરરાજી કરવામાં આવતા એક લાખ છ હજાર સાતસો છાંશી રૂપિયાની ઉચી બોલી બોલાઈ હતી. આ હરરાજીમાં આવેલ તમામ રૂપિયા સરકારમાં જમા કરાવવામાં આવેલ.

Previous articleજાપાન એકસટર્નલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ભારતનું સૌથી મોટું બિઝનેસ સપોર્ટ સેન્ટર ગુજરાતમાં કાર્યરત
Next articleઅંબરીશ ડેર ઘોઘા તા.પં.ની મુલાકાતે