પીપાવાવ ધામના આંદોલનકારીઓને જિલ્લા કલેક્ટર ડાભીએ નોટીસ ફટકારી

1022

પીપાવાવ ધામના આંદોનકારીઓને જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ૭રમાં દિવસે પણ આંદોલન શરૂ રાખતા આંદોલન કારીઓને નોટીસ ફટકારતા નાયબ કલેક્ટર ડાભી આંદોલન અનલિગલી હોય અને હવે શરૂ રહેશે તો જાહેરનામા ભંગની કાર્યવાહી કરવા જાણ કરી ગામની માંગ પ્રમાણે ડીમોલેશન પણ કરાયું. જીએચસીએલ કંપની પર કાર્યવાહી નહીં.

પીપાવાવ ધામના જમીનમુક્તિ આંદોલનને આજે ૭રમાં દિવસે શરૂ રહેતા અને ગામ લોકોની માંગ પ્રમાણે સરકારના આદેશ અનુસાર આઠ વ્યક્તિઓએ ગામની જમીનમાં કરેલ દબાણને સતત ત્રણ દિવસની કાર્યવાહી કરી ડીમોલેશન કરી સરકારી ગામની જમીનમાંથી જીંગા ફાર્મો તહેસનહેસ કરી જમીન ખુલ્લી કરાવેલ તો હજુ ગામ લોકોની માંગ વધતી જાય છે. જેને રાજકિય સ્ટંટ સમજવો રહ્યો. કારણ આંદોલનકારીઓમાં ગામના સરપંચ હંસાબેન ગુજરીયા દ્વારા જણાવાયું કે આંદોલન શરૂ થયું ત્યારે અમો દ્વારા મામલતદાર પાસે મંજુરી લેવામાં આવી હતી અને ત્યારબાદ નાયબ કલેક્ટર ડાભી દ્વારા મંજુરી રદ્દ કરવામાં આવી હતી અને અમો દ્વારા નવા નિયમો મુજબ મંજુરી માંગેલ પરંતુ આજદિન સુધી પ્રાંત અધિકારી દ્વારા અમોને મંજુરી આપવામાં આવી નથી અને અમારી માંગણી પણ પૂર્ણ કરવામાં આવી નથી. આથી અમો આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખીશું તેમજ નાયબ કલેક્ટરને અચાનક ૭૦માં દિવસો બાદ કેમ મંજુરીની વાત યાદ આવી ? તેવા પ્રશ્નો ઉપસ્થિત રહ્યાં છે ત્યારે આંદોલનકારીઓમાં મુખ્ય અશોકભાઈ ભાલીયા, પ્રવિણભાઈ બારૈયા, અજયભાઈ શિયાળ, ભાણાભાઈ ગુજરીયા, પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકો દ્વારા પ્રાંતને ફરીવાર આવેદનપત્ર અપાયું જાન દેગે જમીન નહીં દેગેના નારા લગાવ્યા જે બાબતે ડેપ્યુટી કલેક્ટરે તેના નિવેદનમાં કહેલ કે તમારા અનેક આવેદનપત્રો મે હસતા મોઢે સ્વીકારેલ. આ બાબતે હું તમારી વચ્ચે જ્ઞાતિ આગેવાનોને લઈ આંદોલન છાવણીમાં તમારી જોડે પદને એક બાજુ મુકી આમ આદમી જેમ કોઈ પણ રીતે સમાધાનનો રસ્તો અપનાવવા સુચન કર્યુ હું પણ આ સમાધાનમાં તમારી સાથે છું પણ મને દુઃખ એ વાતનું છે કે તંત્ર ઉપર ગેર શબ્દોની નોંધ ઉપર લેવલે પણ થઈ તેને અમોએ કોઈપણ એક્શન લીધેલ પણ નથી અને તમારી તમામ માંગના આવેદનપત્રો અમોએ રાજ્ય સરકારમાં પણ મોકલી દેવાયા અને રાજ્ય સરકારના હુકમની રાહે હતા ત્યારે જ રાજ્ય સરકારમાંથી પીપાવાવ ધામના આઠ વ્યક્તિઓએ કરેલ ગેરકાયદે દબાણની નોટીસો નિકળી પણ ગઈ અને અમોએ પોલીસ બંદોબસ્ત સાથે આઠ ભુમાફીયાઓએ કરેલ પીપાવાવ ધામની સરકારી જમીનોમાં ડીમોલેશન કરાવી જમીનમુક્ત કરી આપેલ પણ જીએસસીએલ કંપનીને તેને ફાળવેલ જમીન ફરીવાર રાજ્ય સરકારમાંથી જ રીન્યુ કરાવેલને કેમ ડીમોલેશનમાં લેવાય અને હવે તમારી માંગ વધતી જાય છે જે સરકારને અનલિગલી લાગતા આંદોલનકારીઓને આંદોલન પણ ગેરકાયદે હોય જે જાહેરનામાનો ભંગ બાબતે અમારે કાર્યવાહી કરવા પણ આદેશો આવી ગયા છે માટે હજુ જ્ઞાતિ આગેવાનો મળી આ આંદોલનને અને તંત્રને સારા સંબંધો રહે તે રીતે પૂર્ણ કરવું જોઈએ તેમ અંતમાં ડેપ્યુટી કલેક્ટર ડાભીએ કહેલ.

Previous articleનાળીયેરી રેસા તાલીમ વર્ગની મુલાકાત લેતા આગેવાનો
Next articleબોટાદમાં પાન-બીડીની દુકાનોમાં ચેકીંગ કરાયું, ૧૧ વેપારી દંડાયા