સિહોરમાં ગંદકી યથાવત લોકોનું આરોગ્ય જોખમમાં

1277

સિહોર માં ભૂતા સ્કૂલ ગેટ સામેજ ગટર વહી રહી છે ત્યારે નાના ભૂલકાઓ આ ગટર મા પસાર થઈ સ્કૂલ માં પહુચે છે જે નું આરોગ્ય જોખમાય છે ત્યારે સ્કૂલ સત્તાધીશો દ્વારા પ્રશાસન ને કોઈ જાણ કરવામાં આવી નથી ત્યારે જણાય રહ્યું છે કે આ વિસ્તાર નધણીયાત હોય તેવું વલણ રાખવામાં આવી રહ્યું છે

ઠેર ઠેર ગંદકી, ઉકરડા અને પાણીના ખાબોચિયા ભરેલા જોવા મળી રહ્યા છે ત્યારે આજ વિસ્તારમાંથી જીતેલા કોર્પોરેટરો નજર અંદાજ કરી અહીંથી જ પસાર થાય છે પણ કાન કોણ આમળે ? શુ આ સ્વચ્છતા અભિયાન ના ધજીયા ઉડાડવા જ ચૂંટાયા છે કે પછી શું તેવા લોકો માં સવાલો ઉભા થયા છે એલ.ડી. મુનિ સ્કૂલ સામે ખાંચામાં સમયસર વાળવા વાળા નથી આવતા તે પણ અમુક ચોકકસ વિસ્તારોજ સાફ સફાઈ કરેછે ત્યારે ધ્યાન દોરવા છતાં અમને અહીં સફાઈ ની ના પાડી છે તેવું જણાવી રહ્યા છે તો આ ના પાડનાર જવાબદાર કોણ? ઐશ્વર્ય કોમ્પ્લેક્સ સામે બગીચા ની વાડ માં કચરો ચડાવી દેવા મા આવે છે ત્યારે મોટાભાગના વિસ્તારોમાં કચરો સળગાવી પ્રદુષણ મા વધારો કરવામાં આવે છે,પ્લાસ્ટિક તથા અન્ય બિનજરૂરી કચરો સ્કૂલ પાસે કે કોઈ અન્ય જગ્યાએ સળગાવવા થી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાયછે છતાં આવા કચરા સળગાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કારણ શું? સફાઈ કામદાર સાથે કોઈ સુપરવાઈઝર પણ જોવા મળતા નથી ત્યારે ચોપડે હાજરી પુરાય છે અને કર્મચારી ઘેર હાજર હોય છે.

ઘેર ઘેર ડંકા ગાડી કચરો ઉપાડવા આવે છે પણ પોતાની ઈચ્છા પ્રમાણે જ આવે છે યાદ આવી જાય તો કચરો લેવા આવે નહીતો યથાવત શુ આ પ્રશાસન ની મીલીભગત થી ચાલતું હશે ? સિહોરમાં કુલ ૯ વોર્ડમાં ૩૬ ઉમેદવારો ચૂંટણી જીત્યા છે ત્યારે દરેક વોર્ડ દીઠ ૪ કોર્પોરેટરો ચૂંટાયા છે જે પોતાના જ વોર્ડ મા ધ્યાન નથી આપી શકતા જે તેમની અસફળતા જણાય રહી છે ,સફાઈ ને પ્રાધાન્ય આપવું જરૂરી છે છતાં નજરઅંદાજ કરી લોકો ના આપેલા વિશ્વાસ નો વિશ્વાસઘાત થતો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.

Previous articleબોટાદમાં પાન-બીડીની દુકાનોમાં ચેકીંગ કરાયું, ૧૧ વેપારી દંડાયા
Next articleએપીએમ ટર્મિનલ્સ પીપાવાવે બિઝનેસ ઓપરેટર્સ સાથે દિલ્હીમાં ટ્રેડ મીટ યોજી