બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ મથકમાં ચાર વર્ષ પૂર્વે નોંધાયેલ ગુનામાં નાસતો-ફરતો આરોપીને આર.આર. સેલની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર રેંન્જનાં આઈજીપી અમિતકુમાર વિશ્વકર્માની સુચના મુજબ નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશ અનુસંધાને આર.આર સેલના ઇન્ચાર્જ પીએસઆઈ બી.એસ.મકવાણા, હેડ.કો. ભરતભાઇ વી.પંડ્યા, હેડ.કો. ગંભીરસિંહ ડી ચુડાસમા, પો.કો.જગદેવસિંહ વી ઝાલા, પો.કો.અરવિંદભાઇ ડી પરમાર સ્ટાફ સાથે ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન હેડ.કો.ભરતભાઈ પંડ્યા ને બાતમી રાહે મળેલ હકિકત આધારે બોટાદ જીલ્લાનાં રાણપુર પો.સ્ટેશનનાં આઈપીસી કલમ ૩૬૩,૩૬૬ના ગુનામાં ૦૪- વર્ષથી નાસતો ફરતો આરોપી શૈલેષભાઇ મીઠાભાઇ આનંદભાઇ મકવાણા દલીત ઉ.વર્ષ ૨૮ – રહે ઇંન્દીરાનગર રામદેવપીરના મંદીર વાળો ખાંચો માર્કેટિંગ યાર્ડ પાછળ ભાવનગરવાળાને ચીત્રા જીઆઈડીસી, શ્રીજી પ્લાસ્ટીકનાં કારખાનેથી એરેસ્ટ કરી રાણપુર પોલીસ સ્ટેશને સોંપી આપવામાં આવેલ.