શહેરના વાઘાવાડી રોડ પર આવેલ કિશન પાર્ક સોસાયટીના મકાનમાં એસી રીપેરીંગ કરવા આવેલ મજુરનું એસીમાં બ્લાસ્ટ થતા સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બનાવમાં બ્લાસ્ટનો પ્રચંડ અવાજ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે એકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા.
શહેરના વાઘાવાડી રોડ પૂજા ફ્લેટની પાછળ આવેલ કિશનપાર્ક સોસાયટી પ્લોટ નં.પ૧ સીમાં એસી, રીપેરીંગ કરવા આવેલા જીગ્નેશભાઈ વિનોદભાઈ સોલંકી ઉ.વ.૩૦ અને કુમારભાઈ પ્રદિપભાઈ ચુડાસમા ઉ.વ.ર૦ એસી રીપેરીંગનું કામ કરતા હતા તે વેળાએ અચાનક એસીમાં બ્લાસ્ટ થતા જીગ્નેશભાઈનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે કુમારભાઈને ગંભીર ઈજાઓ થતા ૧૦૮ સેવા દ્વારા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ બનતા લોકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિક પોલીસ દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.