આત્મ વિલોપન કરવા આવેલા શખ્સની અટકાયત

1635

 

ભાવનગ,તા.૫

ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જમીન પ્રકરણે આત્મ વિલોપન અર્થે આવેલ પાલિતાણાના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણામાં તળાજા રોડ પર રહેતા સુરેશ મનુભાઈ મારૂએ તળાજા રોડ પર આવેલ પાલિતાણા નગરપાલિકા હસ્તકની જમીન પર દેવજી ઉર્ફે બોબી પ્રેમજી ચુડાસમા તથા તેના મળતીયાઓએ ગેરકાયદે કબ્જો જમાવ્યો હોય જે સંદર્ભે કચેરી ખાતે અવારનવાર રૂબરૂ તથા પત્ર મારફતે રજુઆત કરી હતી આ બનાવ સંદર્ભે આરોપી દેવજી તેની પત્ની સહિતનાઓએ સુરેશ તથા તેના પરિવાર પર અગાઉ હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આમ છતા પોલીસ તંત્ર કે નગરપાલિકા દ્વારા દબાણ દુર કરવા તથા આરોપી સામે કોઈ પગલા ન લેતા આજરોજ સુરેશ જિલ્લા કલેકટર કચેરી ખાતે કેરોસીન ભરેલી કેનસાથે આત્મ વિલોપન કરવા આવ્યો હોયએ સમયે અગાઉથી ફરજ પર તૈનાત પોલીસ તથા ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા સુરેશ આત્મવિલોપન કરે તે પૂર્વે તેના વિરૂધ્ધ અટકાયતી પગલા લઈ જેલ હવાલે કર્યો હતો. વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleએસી. કમ્પ્રેશરમાં બ્લાસ્ટ, ૧નું મોત
Next articleઘોઘારોડના યુવાને ટ્રેન તળે ઝંપલાવી આપઘાત વ્હોર્યો