અંબિકા પ્રાથમિક શાળા નં.૭માં ધો.૧ થી પના બાળકો માટે પ્રવૃત્તિ સાથે બાળમેળો અને ધો.૬ થી ૮ના બાળકો માટે જીવન કૌશલ્ય આધારિત બાળમેળો યોજાયો હતો. જેમાં જીવન ઉપયોગી કૌશલ્યનો બાળકોમાં વિકાસ થાય તે માટેની પ્રવૃત્તિઓ જેવી કે બેંકમાં વ્યવહાર, વેસ્ટમાંથી બેસ્ટની જુદી જુદી વસ્તુઓ બનાવતા શીખવું, આપત્તિ નિવારણ માટેની જાણકારી, કોયડા ઉકેલ, પત્ર લેખન, પુસ્તક વાંચન, પર્યાવરણ જાગૃતિ માટે કાર્ટુન ફિલ્મ વગેરે ગોઠવવામાં આવેલ. ધો.૧ થી પના બાળકો માટે બાળવાર્તા, અભિનય ગીત, બાળરમતો અને રંગપૂરણી જેવી પ્રવૃત્તિઓ રાખવામાં આવી હતી. શાળા પરિવારના સહકારથી અને આચાર્ય ભરતભાઈ ભટ્ટના સંકલનથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.