સિહોરનાં નેસડા ગામે મોબાઈલ લાઈટના અજવાળે જાહેરમાં હાથ-કાપને જુગાર રમી રહેલા ૧૪ ગેમ્બલરોને એલ.સી.બી.ટીમે રેડ કરી કુલ રૂા.૭,૧૮,૫૫૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ ભયપાલસિંહ ચુડાસમાને બાતમી રાહે હકિકત મળેલ કે, શિહોર તાલુકાનાં નેસડા ગામનાં બસ સ્ટેન્ડથી સામેનાં ભાગે આવેલ બાવળની કાંટ જે ખાર વિસ્તાર તરીકે ઓળખાય છે. તેમાં જાહેરમાં ઘણાં માણસો ભેગાં થઇ ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો હારજીતનો જુગાર રમે છે. તેવી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ આવી રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસા વતી હાથ કાપનો મોબાઇલની લાઇટનાં અંજવાળે જુગાર રમતાં કુલ-૧૪ માણસો પકડાય ગયેલ અને ઘણાં માણસો જુગાર રમવાવાળી જગ્યાએથી ભાગી ગયેલ. પાસેથી ગંજીપતાનાં પાના-૫૨ રોકડ રૂ.૮૯,૦૫૦/-,મોબાઇલ નંગ-૧૫ કિ.રૂ.૪૪,૫૦૦/- તથા અલગ-અલગ કંપનીનાં મો.સા./સ્કુટર નંગ-૨૩કિ.રૂ.૫,૮૫,૦૦૦/- મળી કુલ રૂ.૭,૧૮,૫૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ તેમજ ભાગી ગયેલ માણસોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ આ તમામ વિરુદ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
ભીમાભાઇ ભોજાજી રાઠોડ, મુકેશભાઇ ઉર્ફે મુન્નો રમણીકભાઇ સોલંકી, સુરેશભાઇ ગોવિંદભાઇ હુંબલ, અશોકભાઇ વાઘજીભાઇ ખમલ ,મહેશભાઇ લાભુભાઇ ગોહેલ , બાબુભાઇ બચુભાઇ વાઘેલા, કલ્પેશભાઇ દાનાભાઇ ડાંગર, રણજીતસિંહ હઠુભા ગોહિલ, હરપાલસિંહ જીતુભા ગોહિલ, નારણભાઇ માસાભાઇ કુવાડીયા , નરેનભાઇ બાલાભાઇ કુવાડીયા , રઘુભાઇ મેપાભાઇ સાટીયા, પેથાભાઇ પાંચાભાઇ હુંબલ, પ્રવિણભાઇ પેથાભાઇ ખમલ આ કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં વનરાજસિંહ ચુડાસમા, પ્રદ્યુમનસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ગોહિલ, ભયપાલસિંહ ચુડાસમા, જીતેન્દ્દસિંહ ઝાલા,રાજેન્દ્દસિંહ સરવૈયા,ચંદ્દસિંહ વાળા, વિઠ્ઠલભાઇ બારૈયા, અજયસિંહ વાઘેલા,ઇમ્તીયાઝખાન પઠાણ, જયદિપસિંહ ગોહિલ, શકિતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.