વર્ષના ૮ માસ દરમ્યાન રાજ્યના ૧૬૦૦ કિલોમીટર લાંબા સમુદ્રકાંઠામાં ફરી માછીમારી કરતા સાગર ખેડૂઓ તંત્રના આદેશ તથા વિપરીત હવામાનને લઈને ચોમાસાના ૪ માસ દરમ્યાન દરિયો ખેડતા નથી અને આ ચાર માસ દરમ્યાન ચોમાસા બાદ શરૂ થનાર નવી સિઝનની તૈયારીઓ હાથ ધરતા હોય છે. જે અન્વયે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં વસતા માછીમારો પોતાની હોડીઓ દરિયાકાંઠે લાંગરી નિરાંતની અનુભુતી કરી રહ્યાં છે.