ગાંધીનગરમાં યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ જનતા રેડ કરી હતી, ત્રણેયે એક સ્થળે દારુ મળતો હોવાની વાત કરી હતી, જો કે આ મામલે ગાંધીનગર એસપીએ પત્રકાર પરિષદ યોજી ત્રણેય યુવા નેતા પર આરોપ લગાવ્યો કે આ રેડ ખોટી હતી. અલ્પેશ, હાર્દિક અને જિગ્નેશે માત્ર પબ્લિસિટી માટે જનતા રેડ કરી હતી.
યુવા નેતાઓની જનતા રેડ અંગે ગાંધીનગર જીઁએ કહ્યું કે ગાંધીનગરમાં ક્યાંય દારૂ મળતો નથી, જે ઘરમાંથી દારુ મળ્યો છે એ મહિલાનું કહેવું છે કે તેના ઘરમાં એક યુવક દારૂ મૂકીને ગયો છે. એસપીએ કહ્યું કે મહિલાના ઘરમાં દારુ મૂકનાર વિરુદ્ધ કાર્યવાહી થશે. અલ્પેશ, જિગ્નેશ અને હાર્દિકે માત્ર સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ રેડ કરી હતી.
તો એસપીની વાતચિતમાં અલ્પેશ ઠાકોરે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.
અલ્પેશે જણાવ્યું કે ગાંધીનગર જીઁનું નિવેદન શરમજનક છે. ઘરમાંથી કોથળી આવી ક્યાંથી અમે એનો જવાબ માગીએ છીએ. સાથે જ તેણે જણાવ્યું કે બુટલેગરોને બચાવવા માટે ગાંધીનગર જીઁ આગળ આવ્યા છે. અને પોલીસ અધિકારીઓ પોતાની જવાબદારીઓમાંથી છટકી રહ્યાં છે.
અમદાવાદમાં ફરી લઠ્ઠાકાંડની આશંકા સેવાઇ રહી છે. સોલામાં દેશી દારૂના સેવન કરતા ચાર લોકોને ગંભીર અસર થઇ છે. ૨ લોકોની હાલત વધુ ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે હવે ત્રણ યુવા નેતા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી મેદાનમા આવ્યા છે.
આ ત્રણેય યુવા નેતાએ જનતા રેડ કરીને દારૂ પકડ્યો હતો. આ ઘટનાનો વીડિયો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.
પાટીદાર અનામન આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દારુબંધી આંદોલન સમયે સરકારે આ મામલ કડક કાયદો બનાવ્યો છે. જેમાં એક લાખ રૂપિયાનો દંડ અને ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે જેનો હજી સુધી અમલ થયો નથી. આ માટે અમે પરમ દિવસથી આ લડાઇ ચાલું કરવાના છીએ. અમે ત્રણે દારૂના અડ્ડાઓ ઉપર રેડ પડવાના છીએ. આ ઉપરાંત અમે ૧૦ તારીખે રાજ્યપાલને રજૂઆત કરીશું. બિહારમાં દારૂ બંધીનો કડક અમલ થાય છે તો ગુજરાતમાં કેમ નથી થથો એવો પ્રશ્ન પણ હાર્દિક પટેલે કર્યો હતો.