ભાવનગર મહાપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે સ્વચ્છ હોસ્પિટલ અને રહેણાંકીય સોસાયટી અને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ સાથો સાથ ભાવનગર શહેરના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને મહાપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ.
ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉપક્રમે ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમના મીની થીએટરમાં ંતા. ૧પ-૯-ર૦૧૭ થી તા. ર-૧૦-ર૦૧૭ દરમિયાન સ્વચ્ઋતા એ જ સેવા પખવાડિયાની ઉઝવણીના ભાગરૂપે શહેરની વિવિધ સોસાયટીઓ તથા અગ્રણી હોસ્પિટલો, નર્સિંગ હોમની વચ્ચે સ્વચ્છતા માટેની હરિફાઈનું આયોજન કરવામાં આવેલ. આ હરિફાઈમાં ભાગ લીધેલ શહેરની તમામ હોસ્પિટલો, નર્સિંગ હોમની ચકાસણી કરવામાં આવેલ. જેમાં સ્વચ્છતા અંગેના પાલન થયેલ માપદંડોની નોંધ કરવામાં આવેલ અને તેને રેન્કીંગ આપવામાં આવેલ જેમાં સ્વચ્છતામાં પ્રથમ ત્રણ સ્વચ્છ હોસ્પિટલોને શ્રેષ્ઠ હોસ્પિટલ ઘોષિત કરી એવોર્ડથી સન્માનીત કરવામાં આવેલ તેમજ રહેણાંકીય સુવિધા ધરાવતી સોસાયટી, ફલેટમાં સ્વચ્છતાના માપદંડો ચકાસી સૌથી સ્વચ્છ સોસાયટીઓને પણ ૧ થી ૩ રેન્ક આપવામાં આવેલ તેમજ તેઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય આવનાર વિજેતાઓને મોમેન્ટો અર્પણ કરી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાંશ હેરના મેયર, મહાપાલિકાના કમિશ્નર, વિવિધ કમિટિના ચેરમેન કોર્પોરેટર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, શહેરના પ્રતિષ્ઠીત નાગરિકો, સ્પર્ધામાં ભાગ લેનાર ડોકટર્સ હોસ્પિટલોના સંચાલકો, વિવિધ સોસાયટીઓના ચેરમેનો તેમજ વસાહતીઓ વગેરે બહોળી સંખ્યામાં હાજર રહેલ. પાશ્વ ગાયક કમલેશભાઈ અવસ્થી ઉપસ્થિત રહીને સ્વચ્છતા સંદેશાની અપીલ કરેલ અને આઈ.પી.એલ. પ્લેયર શેલ્ડન જેકશન હરિયાણા ખાતે રણજી ટ્રોફીને મેચ રમવા દરમિયાન વિડીયો કલીપીંગથી પોતાનો સ્વચ્છતા સંદેશ મોકલેલ. આમ કમલેશ અવસ્થી અને શેલ્ડન જેકશનને મહાપાલિકાના સ્વચ્ઋતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરેલ છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઈજેનર આર.જી.શુકલાએ કરેલ.