શેઢી નદીની શાખા નહેરનામાં ગાબડુ પડતા નહેરના પાણીથી આસપાસના ખેતરોમાં પ્રસરતાં શાકભાજીના વાવેતરમાં અશંતઃ નુકશાન થયું હતું. ત્યારે આ અંગે સ્પાષ્ટનતા કરતાં શેઢી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સોલંકીએ જણાવ્યું છે કે, જિલ્લામમાં શેઢી શાખા નહેરની કુલ લંબાઇ ૬૬.૭૯ કિ.મી. છે.
આ નહેરના ખાસ મરામતના વિવિધ કામો હાલમાં પ્રગતિમાં છે. આ નહેરમાં ક્રોકીટ લાઇનીંગ અને સ્ટ્રઇક્ચરોના બાંધકામની કામગીરી તથા હેડ રેગ્યુેલેટર પર દરવાજા લગાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. આ નહેર દ્ધારા મહેમદાવાદ તાલુકાના જીંજર ગામ નજીકથી અમદાવાદ શહેરને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે.
શેઢી શાખામાં તાજેતરમાં પડેલ વરસાદને કારણે પાણી ભરાયેલ અને સાંકળ ૪૩૮૨૮ મીટર પર નહેરના ડાબી બાજુના પાળા પર વરસાદી પાણી લાઇનીંગની નીચેના ભાગમાં જતાં ક્રોકીટ લાઇનીંગને નુકશાન થતાં પાળામાં નહેરની ડાબી બાજુએ અંદાજે પાંચ મીટર લંબાઇના ભંગાણ પડતા બાજુમાં આવેલ તળાવમાં પાણી ભરાયા બાદ આસપાસના ખેતરોમાં પાણી પ્રસર્યું હતું. જેથી શેઢી શાખામાં પડેલ ગાબડું પુરવાની કામગીરી યુધ્ધમના ધોરણે હાથ ધરી સવાર સુધીમાં ગાબડું પુરી નહેરમાંથી નીકળતું પાણી બંધ કરી દેવામાં આવ્યુાં હતું.
નહેરના પાણીથી આસપાસના ખેતરોમાં પ્રસરતાં શાકભાજીના વાવેતરમાં અશંતઃ નુકશાન થયું છે. જેની મોજણી કરવામાં આવી છે.