ગાંધીનગર જિલ્લા અને મહાનગર પાલિકાની સંયુકત જુંબેશથી ઓરી અને રૂબેલા સામે રીતસરના જંગ જેવું રસીકરણ અભિયાન માટે તંત્ર સંપૂર્ણ સજજ થયું હોવાનું જિલ્લા કલેકટરે આજે પત્રકારો સાથેની વાતચિતમાં જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી સ્વસ્થ્ય અને તંદુરસ્ત સમાજ માટે બાળકોને ઓરી અને રૂબેલાની રસી આપીને સંપૂર્ણ સુરક્ષિત કરવાની આ વ્યાપક યોજના ખૂબ જ સાયન્ટીફીક અને ખૂબ જ રસથી તૈયાર કરવામાં આવી છે જેથી કરીને બાળકને કોઈપણ પ્રકારનું નુકશાન કે આડ અસર થશે નહી. વાલીઓને પણ પોતાના બાળકોને રસી અપાવવા માટે પણ તેઓએ અપીલ કરી હતી.
ઓરી અને રૂબેલાની રસી એક જ ઈન્જેકશન દ્વારા ઈન્જેકટ કરવામાં આવશે તેવું મનપાના આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામી અને ડોકટરોની ટીમે માહિતી આપતા જણાવ્યું હતું. બાળકોને આ રસી આપવાથી જીવલેણ રોગો જેવા કે ન્યુમોનીયા, ઝાડા, મગજનો તાવ, જન્મજાત ખોડખાપણ, વિંકલાંગતા, અકાળે મૃત્યુ વગેરેથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે. પહેલાં આ રસી લીધેલ હોય તો પણ આ અભિયાન અંતર્ગત આ રસી વિના મુલ્યે આપવામાં આવશેે તેવું પણ તેમણે જણાવ્યું હતું.