રાજુલા તાલુકાના ગામોમાં છ્‌ફ્‌ દ્વારા ઓછી ગ્રાન્ટ ફાળવતા કલેકટરને રજૂઆત

1080

રાજુલા-જાફરાબાદ તાલુકાના ગ્રામ વિકાસાર્થે સરકાર દ્વારા એટીવીટી શાખા માત્ર ગામ દીઠ રૂા.પ૦,૦૦૦ ફાળવી મજાક ઉડાવી છે તે બાબતે જિલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ દ્વારા જિલ્લા કલેક્ટરને ધારદાર રજૂઆત કરી તેમજ રાજુલા તાલુકા પ્રમુખ પતિ બળવંતભાઈ આહિર તેમજ ઉપપ્રમુખ પતિ જગુભાઈ ધાખડાના નિવેદનમાં પણ જણાવ્યું કે, દોઢ કરોડની ગ્રાન્ટ મંજુર કરી ફાળવી છે પણ રાજુલા તાલુકાના દરેક ગામોની વસ્તી પ્રમાણે ફાળવાશે તેવું પણ દરેક ગામને અન્યાય થાય તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી છે તેમજ જાફરાબાદ તાલુકા ઉપપ્રમુખ કરણભાઈ બારૈયાએ આવા હળાહળ અન્યાય બાબતે ટીકુભાઈ વરૂને રજૂઆત કરેલ કે આ મજાક કરેલ તાલુકાના તમામ સરપંચો નારાજ થઈ વિરોધ દર્શાવ્યો છે. આ તમામ બન્ને તાલુકાને એટીવીટી દ્વારા થયેલ અન્યાય બાબતે જિલ્લા પંચાયત બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂએ ગંભીર બાબત કલેક્ટરને રજૂઆત કરી છે.

Previous articleબાબરીયાધાર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર : આરોપીઓ ફરાર
Next articleભારતીય લોકસંગીત કાર્યક્રમ સાથે ફ્રી બસ સુવિધાનું લોન્ચીંગ કરાયું