સહજાનંદ એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત અને ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા યશવંતરાય નાટયગૃહ ખાતે ભવ્ય્ ભાતીગળ લોકસંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દિકરી વ્હાલની વીરડી શિર્ષક હેઠળ ભાતીગળ ગુજરાતમાં લોકસંગીતનો ભવ્ય કાર્યક્રમ મોર બની થનગનાટ કરે રજુ કરવામાં આવ્યું હતું. ભાતીગળ લોકસંગીતનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી મુળભુત ગુજરાતી લોક સંગીત આજના યુવા વર્ગમાં પ્રચલીન બને તે હેતુથી ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર, શ્યામભાઈ મકવાણા અને તેમની સાંજીદા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની સાથે ગુજરાતમાં સૌપ્રથમવાર વિદ્યાર્થીનીઓ માટે ફ્રિ બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા શૈક્ષણિક વર્ષ-ર૦૧૮થી કન્યા કેળવણીને પ્રોત્સાહિત મળે અને બેટી બચાવો – બેટી પઢાઓના સુત્રને સાર્થક કરવા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગ્રામીણ વિસ્તારમાં ટાણા, અગિયાળી, દેવગણા, સોનગઢ, મીઠી વીરડી અને શહેરી વિસ્તારોમાં કુંભારવાડા, તરસમિયા, ચિત્રા, ટોપ થ્રી, અકવાડા, સિદસર, આનંદનગર, જેવા વિસ્તારોમાંથી કોલેજ વિદ્યાર્થીનીઓને આવવા-જવા માટે ફ્રી બસ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ફ્રિ બસ સુવિધાનો પ્રારંભ ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી દ્વારા કરાવવામાં આવ્યો હતોં.