ઉગામેડી પ્રા.શાળામાં તમાકુ મુકત શાળા કાર્યક્રમ યોજાયો

1351

ગઢડા તાલુકાના ઉગામેડી કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં “તમાકુ મુકત શાળા” અને એમ.આર.વેંકસિન અંગે કાર્યક્રમનું આયૉજન કરવામાં આવ્યુ.

શાળા તમાકુ મુકત બને અને એમ.આર.વેંકસિન- મેલેરિયા વિશે જાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક ના માર્ગદર્શનથી આજરોજ તા ૬/૭/૨૦૧૮ ના રોજ બોટાદ જિલ્લામા ગઢડા તાલુકાના ઉગામેડી કેન્દ્રવર્તી પ્રાથમિક શાળામાં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન જીલ્લા આઈ.ઇ.સી.ઓફિસર એમ.કે. મુંધવા ની હાજરીમાં કરવામાં આવી. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢડા કે.ની. ભરતભાઇ ડાબસરા શાળાનાં આચાર્ય જગદીશભાઇ પરમાર, ખોડાભાઇ, રંજનબેન, રાજેશભાઇ, ગૌતમભાઈ પટેલ,વગેરે દ્રારા જહેમત ઉઠાવેલ હતી.

Previous articleભારતીય લોકસંગીત કાર્યક્રમ સાથે ફ્રી બસ સુવિધાનું લોન્ચીંગ કરાયું
Next articleશ્રેષ્ઠ ફંડ એકઠુ કરનાર રપ સંસ્થાનું સન્માન