બોટાદના ખોજાવાડી વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝબ્બે

1585

બોટાદના ખોજાવાડી વિસ્તારમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે શખ્સોને રોકડ તથા મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

બોટાદ એલસીબીના પો.ઈન્સ. એચ.આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોસઈ ડી.વી. ડાંગ તથા સ્ટાફના જયરાજભાઈ, જયેશભાઈ, કનકસિંહ વિગેરે માણસો કચેરીએ હાજર હતા તે દરમ્યાન હે.કો. જયરાજભાઈ તથા જયેશભાઈને મળેલ બાતમી આધારે બોટાદ ખોજાવાડી, મફતીયાપરામાં રહેતા યુસુફભાઈ કાળુભાઈ ભોસરીયાના રહેણાંકી મકાનમાં રેઈડ કરતા યુસુફભાઈ કાળુભાઈ ભોસરીયા રહે.બોટાદ, ખોજાવાડી, હનીફભાઈ આદમભાઈ ખટુંમરા રહે.બોટાદ, હરણકુઈવાળાને ઓસ્ટ્રેલીયા તથા પાકિસ્તાનની ર૦-ર૦ લાઈવ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ઉપરોક્ત બન્ને ઈસમોને રોકડ રૂા.૧૪,૦૯૦ તથા મોબાઈલ નંગ-૦પ કિ.રૂા.પ,૦૦૦ તથા ચોપડો તથા બોલપેન નંગ-૦૧ મળી કુલ રૂા.૧૯,૦૯૦નો મુદ્દામાલ કબ્જે કરી બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપી જુગારધારા કલમ ૪-પ હેઠળનો ગુન્હો દાખલ કરાવેલ છે.

Previous articleફી નિયમન મુદ્દે એટર્ની જનરલ સાથે કાલે શિક્ષણમંત્રીની દિલ્હીમાં બેઠક
Next articleતળાજા તાબેના પિથલપુર ગામે ખેતશ્રમિકો પર દિપડાનો હુમલો