તળાજા તાબેના પિથલપુર ગામે ખેતશ્રમિકો પર દિપડાનો હુમલો

1456

તળાજા તાલુકાના પિથલપુર ગામે ધોળા દિવસે વાડીમાં કામ કરી રહેલ બે મજુરો પર દિપડાએ હુમલો કરી ઈજા કરતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર બનાવ અંગે તળાજા વન વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના પિથલપુર ગામે ગોપનાથ રોડ પર એભલભાઈની વાડીમાં સવારના સમયે ખેતીકામ કરી રહેલ શ્રમિક કિશોર નરવણભાઈ ભીલ ઉ.વ.ર૩ તથા અલ્પેશ ભાનુભાઈ વાઘેલા ઉ.વ.૧૭ પર જુવારના વણમાંથી અચાનક આવી ચડેલ દિપડાએ હુમલો કરતા મજુરોને પીઠ મસ્તક તથા ખંભાના ભાગે ઈજા થવા પામી હતી. આ ઘટના દરમ્યાન અન્ય મજુરોએ દેકારો કરતા દિપડો નાસી છુટ્યો હતો. જ્યારે ઈજાગ્રસ્તોને તત્કાલ પિથલપુર પીએચસી કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે દિપડાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Previous articleબોટાદના ખોજાવાડી વિસ્તારમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઝબ્બે
Next articleસિહોર પંથકમાં એક ઈંચ વરસાદ