ભાજપની ગૌરવ યાત્રા આજરોજ સોમનાથ ખાતે આવી પહોંચી હતી. જેનું સ્વાગત કીડીવાવ ખાતે કરવામાં આવ્યા બાદ તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી અને આગેવાનોએ કર્યુ હતું. બાદમાં સોમનાથ સદ્ભાવના મેદાન ખાતે ૫૦૦૦થી વધારે મેદની વચ્ચે વિજયભાઇ રૂપાણીએ કોંગ્રેસના ચાબખા માર્યા હતા તેમજ મોદીના ગુણગાન ગાયા હતા.
વિજય રૂપાણીએ સભા સંબોધતા જણાવ્યુ હતુ કે મોદીની સરકાર ઇમાનદારોની સરકાર છે. ગુજરાતનું ગૌરવ વધારવામાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ સહિતનાઓને યાદ કરી નરેન્દ્ર મોદીના કારણે પણ ગુજરાતનું ગૌરવ વધ્યુ છે તેમ જણાવ્યુ હતું. આજે ગુજરાત અને વિકાસ એકબીજાના પર્યાય બન્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા વિકાસને મજાકમાં લે છે ત્યારે ભાજપ માટે વિકાસ એ એક મિજાજ છે.
જેમ ચામચીડીયાને સુરજ ન દેખાય તેમ કોંગ્રેસના રાહુલ ગાંધીને વિકાસ દેખાતો નથી. તેથી ચામચીડીયાની સભાને સુરજ ક્યાંથી દેખાય નથી. વિકાસ ગાંડો નથી થયો પણ વિકાસ તેજીલો, ઝંઝાવાતી અને વેગ્ીલો બન્યો છે.આથી જ કોંગ્રેસ રઘવાયી થઇ છે. આ તકે વિજય રૂપાણીએ ત્રણ મહત્વના નિર્ણયો જણાવ્યા જેમાં કપાસના ભાવ ઘટશે તો સરકાર તેને ટેકાના ભાવે ખરીદશે. મગફળી ૯૦૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદશે તેમજ ત્રીજુ અને મહત્વનું તા.૨૦ ઓકટોબર સુધી ખેડુતોને આઠના બદલે ૧૦ કલાક વિજળી મળશે તેમ જણાવ્યુ હતું. સભા પૂર્ણ થયા બાદ સોમનાથ મહાદેવના દર્શન કરી રવાના થયા હતા. આ સભામાં તથા ગૌરવ યાત્રામાં રાજ્યમંત્રી જશાભાઇ બારડ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરી ઠકરાર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા ,ન ગરપતિ જગદીશ ફોફંડી, ખારવા સમાજના પટેલ લખમભાઇ ભેંસલા સહિતના ઉપસ્થિત રહૃાા હતા.