ડાકોટા જોન્સન પાસે હાલમાં ઘણી ફિલ્મ હાથમાં રહેલ છે

1134

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જોન્સન હાલમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે. જે પૈકી બે તો તે હોરર ફિલ્મ કરી રહી છે. તેની પાસે જે ફિલ્મો રહેલી છે તેમાં બેડ ટાઇમ એટ અલ રોયલેમાં કામ કરી રહી છે. આ ફિલ્મ ૧૨મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. અમેરિકન થ્રીલર ફિલ્મની લોકો રાહ જોઇ રહ્યા છે. તે અન્ય એક ફિલ્મ સસ્પેરિયા કરી રહી છે. જે ક્રાઇમ પર આધારિત ફિલ્મ છે. તે બીજી સપ્ટેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ઉપરાંત ટ્રાન્સલેશન ઓફ વાઉન્ડસ નામની ફિલ્મ પણ કરી રહી છે જે વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. ડકોટા ક્રિસ માર્ટિનના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા. ચાર્લ્સ ડી ગોલે એપરોપ્રટ પર બન્ને સાથે નજરે પડ્યા બાદ તેમના ફોટા પણ કેટલાક મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા  હતા. ૨૮ વર્ષીય ફિક્ટી શેડ્‌સ ઓફ ડાર્ક સ્ટાર ડકોટા જોન્સન ક્રિસની સાથે દેખાઇ હતી. ડોકાટા જોન્સન હોલિવુડમાં હવે મોટી સ્ટાર તરીકે ઉભરી ચતુકી છે. પોતાની સ્ટાઇલિશમાં ડકોટા ખાસ રીતે દેખાઇ રહી નથી. ડકોટા જોન્સન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ આવી રહી છે. ફિફ્ટી શેડ્‌સ ઓફ ગ્રેના સ્ટાર સાથે તેની જોડી ફિલ્મમાં તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.ડકોટા જોન્સનના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે.  ક્રિસ માર્ટિન પેરિસમાં બ્લેક હેટમાં નજરે પડી હતી. મ્યુઝિશિયન તરીકે ક્રિસ માર્ટિને ભારે લોકપ્રિયતા મેળવી છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleનો એન્ટ્રીની સિક્વલ ફિલ્મમાં સલમાનના બદલે અક્ષય હશે