આદિત્ય રોય કપૂર સાથે કામ કરવાની કેટરીના કૈફની ચોખ્ખી ’ના’

2767

એક કહેવત તો તમે સાંભળી હશે કે દૂધનો દાઝ્યો છાશ ફૂંકીને ફૂંકીને પીવે છે. કેટરીના કૈફની સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. એટલે જ તેણે પોતાના એક કો-સ્ટાર અને ખાસ મિત્ર સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. આ કો સ્ટાર બીજું કોઈ નહીં પણ આદિત્ય રોય કપૂર છે.

એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, કેટરીનાએ હાલમાં જ એક રોમેન્ટિક કોમેડીની ઓફર મળી હતી, જેમાં આદિત્ય રોય કપૂર પણ હતા, પરંતુ કેટરીનાએ આ ફિલ્મમાં કોઈ રસ દાખવ્યો ન હતો. અહેવાલ અનુસાર કેટરીના અને આદિત્ય ખૂબ જ સારા મિત્ર છે, પરંતુ તે પોતાના પ્રોફેશનલ અને પર્સનલ સંબંધને હવે મિક્સ અપ કરવા નથી માગતી.

એવું પણ કહેવાય છે કે, એક કારણ ફ્લોપ ફિલ્મ ‘ફિતૂર’ છે, જેમાં આદિત્ય અને કેટરીનાની જોડી હતી. બધા જ જાણો છે કે કેટરીની છેલ્લા હિટ ફિલ્મ ટાઈઝર ઝિંદા હે હતી, જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળી હતી. આ ફિલ્મ હિટ થયા બાદ તેણે શાહરૂખ ખાનની સાથે ઝીરો મળી અને આમિર ખાન સાથેની ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં પણ જોવા મળશે.

કહેવાય છે કે આ બન્ને ફિલ્મ કેટરીનાને સલમાન ખાનના જોરે મળી હતી. ટ્યારે ટાઈગર ઝિંદા હૈ પહેલા કેટરીના જગ્ગા જાસુસ અને ફિતૂર જેવી બે મોટી ફિલ્મમાં કામ કર્યું, જેમાં તેનો હીરો રણબીર અને આદિત્ય હતા, પરંતુ આ બન્ને ફિલ્મ ફ્લોપ રહી હતી.

Previous articleનો એન્ટ્રીની સિક્વલ ફિલ્મમાં સલમાનના બદલે અક્ષય હશે
Next articleરૂપેરી પડદે શાહરુખ અને કાજોલને ફરી ચમકાવશે કરણ જોહર