૨૭ મો અંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ “શ્યામલ” – ૨૦૧૭ યજમાન કોલેજ શામળદાસ આર્ટસ કોલેજ, ભાવનગર દ્વારા યોજવામાં આવેલ છે. આજે બીજા દિવસે કુલ – ૧૫ કૃતિઓ બાહ્ય અભ્યાસક્રમ બિલ્ડીંગ, ગુજરાતી ભવન, અંગ્રેજી ભવન, નવો કોર્ટ હોલ અને ઝવેરચંદ મેઘાણી એમ્ફી થીયેટર મુખ્ય રંગમંચ ઉપર આશરે ૬૦૦ વિદ્યાર્થીઓ પોતાની કૃતિઓ રજુ કરી હતી. ભાવનગરની કલાપ્રિય જનતા તથા વિદ્યાર્થીઓ આ કૃતિઓને રસ પૂર્વક માણી હતી.
આ વખતના યુવક મહોત્સવમાં વિદ્યાર્થીની બહેનોએ ખુબ જ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે. જે મહિલા અને સ્ત્રી શસક્તીકરણનું ઉમદા ઉદાહરણ છે. ગીરીશભાઈ પટેલ (ઈ.સી. સભ્ય) દ્વારા સ્વામી વિવેકાનંદ કોલેજના સૌજ્ન્યથી તાત્કાલિક સારવાર અને આરોગ્ય સેવાની માટેની સુંદર સેવા પૂરી પાડવામાં આવેલ છે.
“શ્યામલ” યુવક મહોત્સવ – ૨૦૧૭ ની યજમાન સંસ્થાના આચાર્ય એલ.યુ. વઢેળ તથા શૈક્ષણિક તથા વહીવટી સ્ટાફ તથા યુનિવર્સીટી કલ્ચરલ બોર્ડના સંયોજક વિપુલભાઈ પુરોહિત તથા વિવિધ સમિતિના સભ્યો વિદ્યાર્થીઓ આ સમગ્ર કાર્યક્રમને વધુ ઉત્સાહભેર મને તથા તમામ સ્પર્ધા સમયસર યોજાઈ, સ્પર્ધામાં વિદ્યાર્થીઓને વ્યવસ્થિત જાણવણી તથા સાચવણી માટે ભારે જહેમત આજે બીજા દિવસે પણ ઉઠાવી હતી.
વધુમાં યુવક મહોત્સવના કન્વીનર ડો. શૈલેષ ઝાલા (કુલપતિ) તથા સહ કન્વીનર ડો. વેદાંત પંડ્યા (કુલસચિવ) એ પણ વિદ્યાર્થીઓને લઈને ચિંતિત રહેતા સંયોજક સાથે તમામ સ્પર્ધાના સ્થળોએ રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર કાર્યકમોની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી. તેમજ “શ્યામલ” યુવક મહોત્સવ -૨૦૧૭ ની તમામ સમિતિના સભ્યોને આ કાર્યક્રમને વધુ સારો બનાવવા તથા સુચારુ સંચાલન માટે અભિનંદનની લાગણી સંયોજકને આપેલ હતી.
“”શ્યામલ” યુવક મહોત્સવ-૨૦૧૭ ની તમામ સ્પર્ધાઓ એટલે કે જુદી-જુદી ૨૬ સ્પર્ધાઓ આજરોજ તા. ૦૪/૧૦/૨૦૧૭ ના રોજ પૂર્ણ કરેલ છે. આવતી કાલ તા. ૦૫/૧૦/૨૦૧૭ ના રોજ ૫ સ્પર્ધાઓ પૂર્ણ થયા બાદ તમામ સ્પર્ધાઓના પરિણામ આવતીકાલ તા. ૦૫/૧૦/૨૦૧૭ ના રોજ બપોરે ૦૫-૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. “શ્યામલ” યુવક મહોત્સવ-૨૦૧૭ નું સમાપન પણ આવતીકાલે બપોરે રહશે. આ સમાપન કાર્યક્રમમાં કુલપતિ ડૉ. એસ.એન. ઝાલા અને ગુજરાતી લોકગાયક રાજેશભાઈ બારોટ અને ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાની વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે.