સાબરકાંઠામાં અલગ અલગ ધર્મના યુવક યુવતીએ લગ્ન કરાતા મામલો બિચક્યો છે. હાઈવે જામ કરી દેવામાં આવ્યો છે. લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં છે. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા સુત્રોચ્ચાર કરવામાં આવ્યાં છે.
આ મામલો લવજેહાદનો હોવાની વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. આ વાતની જાણ થતા જ લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. લોકોના રીતસરના ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.
મોટી સંખ્યામાં રોડ પર ઉતરી આવ્યાં હતાં. લોકોએ ચક્કાજામ કરી દીધું હતું. લોકોના ટેળાએ સાબરકાંઠા-વડાલી હાઈવે બંધ કરાવી દીધો હતો. ઉશ્કેરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન પણ ઘેરાવ કર્યો હતો. તે દરમિયાન કેટલાક હિન્દુ સંગઠનો પણ મેદાનમાં આવ્યાં હતાં. હિન્દુ સંગઠને ભારે સુત્રોચ્ચાર અને નારેબાજી કરી હતી. આમ લવજેહાદનો મામલો સામે આવતા જ સ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની ગઈ હતી. લવજેહાદના વિરોધમાં રસ્તાઓ ચક્કાજામ કરાયા અને બજારો પણ બંધ કરાવવામાં આવ્યાં. વિધર્મી યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કરતા સ્થિતિ ઉગ્ર બની છે. પોલીસ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કરી રહી છે.