ગાંધીનગર ની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ) ના તૃતીય વર્ષના ૧૮૦ વિદ્યાર્થીઓ માટે “રીસર્ચ” ક્ષેત્રે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો.લિટ્ટી ડેનીસ (અધ્યાપક,સેન્ટ્રલ યુનીવર્સીટી-ગાંધીનગર) દ્વારા વિદ્યાર્થીઓને ખુબ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કોલેજ તરફથી પ્લેસમેન્ટ અને ટ્રેનીંગ કમિટીનાં હેડ ડો.જયેશ તન્ના દ્વારા તેઓને આવકારવા માં આવ્યા હતા તેમજ રીસર્ચ નાં વિષય શિક્ષક તરીકે રીસર્ચ નું કોર્પોરેટ જગત માં તેમજ પોતાના ધંધા માં યોગદાન વિષે સમજ આપી હતી અને ત્યાર બાદ આજના તજજ્ઞ વક્તા નો પરિચય આપ્યો હતો.આજ ના તજજ્ઞ વક્તા આપણી બીબીએ કોલેજ ના ભૂતપૂર્વ અધ્યાપક છે જે આજે પ્રોફેશનલ ટ્રેનર તરીકે કોર્પોરેટ જગતના લોકોને પણ તાલીમ આપે છે.
મુખ્યવક્તા દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી ના ઘડતર માટે પહેલા આંતરિક રીતે વ્યક્તિનો વિકાસ થાય તેમજ તે પોતાના ધ્યેયને પામવા કઈ રીતે અગ્રેસર થઈ શકે તે બાબતે તલસ્પર્શી માહિતી આપી હતી. ત્યારબાદ આજ ના મુખ્ય વિષય “રીસર્ચ મેથોડોલોજી” બાબતે વિદ્યાર્થીઓને ઊંડાણ પૂર્વક સમજ આપી હતી જેમાં રીસર્ચનું મહત્વ,તેના હેતુઓ સ્પષ્ટ કરવા તેમજ રીસર્ચ ના પ્રકારો બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.
સાથે-સાથે રીસર્ચ કાર્યમાં પ્લેગરીસમ નો અર્થ સમજાવ્યો હતો તેમજ કઈ રીતે પ્લેગરીસમ ટેસ્ટ થાય તેમજ યોગ્ય રીસર્ચ માટે તેમાંથી બચવા માર્ગદર્શિત કર્યા હતા. રીસર્ચ બાબતે શીર્ષક ની પસંદગી અને તેમાં રાખવી પડતી ચોકસાઈની વિગતો વિદ્યાર્થીઓ ને આપી હતી. વિદ્યાર્થીઓ ને રીસર્ચ પેપર લખવા માટે પણ તેઓ દ્વારા ઉત્સાહિત કરવા માં આવ્યા હતા. વિદ્યાર્થીઓ ને સેમેસ્ટર-૬ માં આવનાર કેપ્સટોન પ્રોજેક્ટ નું મહત્વ સમજાવ્યું હતું. જે તેઓને સંશોધન વિષય પર ઊંડાણપૂર્વક પ્રાયોગિક તાલીમ નો ભાગ બનશે. વધુમાં તેમણે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા માટે પહેલા થી જે તે ક્ષેત્ર માટે પુરતી સમજ કેળવવી જોઈએ તેમ જણાવતા કહ્યું કે મેનેજમેન્ટ ના તમામ ક્ષેત્રમાં સાંપ્રત સમયમાં ખુબ ઉજવવળ તકો છે. જેનો વિદ્યાર્થીઓ મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. બી.બી.એ ના વિદ્યાર્થીઓ રીસર્ચ ક્ષેત્રે ઉજળી કારકિર્દી ઘડે તેમજ તેમના થકી થયેલા શોધ-સંશોધન રાષ્ટ્ર માટે ઉપયોગી સાબિત થાય તેવી શુભકામના વિદ્યાર્થીઓ ને પાઠવી હતી.
વર્કશોપ નાં આખરી પડાવમાં તૃતીય વર્ષના વિદ્યાર્થી તેમજ આજના તજજ્ઞ વક્તા ડો.લિટ્ટી ડેનીસ એ પોતાના અભિપ્રાય માં જણાવ્યું હતું કે કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.બી.એ. કોલેજ રીસર્ચ જેવા ઉદ્યોગિક જગત માં ઉપયોગી વિષય કોર્ષ નાં ભાગ રૂપે ભણાવે છે તેમજ તેની પ્રાયોગિક તાલીમ માટે તજજ્ઞ વક્તા ને આમંત્રિત કરી અને તેના વિશિષ્ઠ જ્ઞાન નોં લાભ વિદ્યાર્થીઓ ને અપાવે છે તે વિદ્યાર્થીઓ માટે ગૌરવ નીં બાબત છે તેમજ બી.બી.એ. કોલેજ નું આ એક આગવું લક્ષણ જણાયું હતું.