રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પદાધિકારીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

1353

ગાંધીનગરની સામાજીક સંસ્થા રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનો પદગ્રહણ સમારોહ તાજેતરમાં યોજવામાં આવ્યો હતો. સંસ્થાના ૨૦૧૮-૧૯ના વર્ષ માટે પ્રમુખ પદે જાણીતા સીએ ભરત પટેલ તેમજ સેક્રેટરી પદે વરિષ્ઠ પત્રકાર પાર્થ ઠક્કરની નિમણૂંક કરવામાં આવી હતી.

આ ઉપરાંત બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ટ્રેઝરર  દીપ્તી સબાપરા, આઈપીપી બી. કે. ચાવડા, પ્રેસિ. ઈલે. – ડૉ. અંકુર પરમાર, વા. પ્રેસિ. રાકેશ પટેલ, જો.સેક્રેટરી – અરવિંદ પટેલ, ક્લબ મેમ્બરશીપ ડૉ. એસ. કે. નંદા, ક્લબ ટ્રેનર  જગતભાઈ કારાણી, પબ્લીક રીલેશન અને સર્વિસ પ્રોજેક્ટ અરવિંદ રાણા, ક્લબ એડમીની. મીતા ઉપાધ્યાય, ડાયરેક્ટર ટીચ –  યુવરાજસિંહ વાઘેલા, વોશ ઈન સ્કૂલ – જયશ્રીબેન ખેતિયા, સા.એ.આ. – અભેરાજ ચૌધરી,  કોમ્યુ. ડાયરેક્ટર મનોજભાઈ સરૈયાએ શપથ લીધા હતા.

આ પ્રસંગે રોટરી ક્લબની યુવા પાંખ રોટરેક્ટ ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરનો પણ પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં પ્રમુખ પદે ધર્મેન્દ્રસિંહ ચાવડા, સેક્રેટરી – મીલન રાઠોડ, ટ્રેઝરર જયપાલ ચાવડા, આઈપીપી જય રાણા, પ્રેસિ. ઈલે.  મહર્ષિ દવે, વા.પ્રેસિ. મોસમ યાજ્ઞિક, જો. સેક્રે. જયનમ શાહે શપથ ગ્રહણ કર્યા હતા.

રોટરી ક્લબ કેપિટલના પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત સરકારના નિવૃત્ત સનદી અધિકારી અને રોટરેક્ટ ક્લબના ઈન્સ્ટોલેશન ઓફિસર ડૉ. એસ. કે. નંદા દ્વારા રોટરેક્ટ ક્લબનો ઈન્સ્ટોલેશન સેરેમની કરાવેલ, રોટરી ક્લબ ઓફ કેપિટલ, ગાંધીનગરના પદાધિકારીઓને પદગ્રહણ પીડીજી આશિષ દેસાઈ દ્વારા કરાવવામાં આવેલ.

જ્યારે નવા સભ્યોની ઈન્ડક્શન સેરેમની એજી ડૉ. સમીર બાબરીયા દ્વારા કરાવવામાં આવેલ. સંસ્થાના વર્ષ ૨૦૧૭-૧૮નો વાર્ષિક અહેવાલ રજૂ કરી સંસ્થાને વર્ષ દરમ્યાન મદદરૂપ સહયોગીઓને ઈનામ આપીને બી. કે. ચાવડા દ્વારા બિરદાવવામાં આવેલ.

Previous articleરથયાત્રામાં ઈઝરાયેલના હિલીયમ બલૂન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરાશે
Next articleગાંધીનગર અને કલોલ ખાતે પ્રાંત કક્ષાએ જિલ્લાના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજાઈ