ગાંધીનગરમાં આજે સવારથી જ રોડ સાઈડના લારી-ગલ્લાના દબાણો પર તંત્ર ત્રાટકયું હતું. કલેકટરના સીધા આદેશથી મહાનગર પાલિકા તેમજ વન વિભાગ સહિતના અધિકારીઓની જુદી જુદી ટુકડીઓ આખાયે ગાંધીનગરમાં ડ્રાઈવ કરીને દબાણ હટાવવાની કામગીરી આરંભી હતી. જેથી લારી-ગલ્લાવાળાઓમાં દોડધામ મચી જવા પામી હતી.
જો કે કેટલાંક વર્ષોથી જામી પડેલા અને તંત્ર સાથે સાંઠગાંઠ ધરાવતા દબાણધારકોને રાત્રે જ ડ્રાઈવનો મેસેજ મળતાં દબાણો સગેવગે કર્યા હતા.