રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીલક્ષી આઈ.પી.એસ. અધિકારીઓની બઢતી અને બદલી કરાઈ છે. જેમાં ભાવનગર એસપી તરીકે ફરજ બજાવતા દિપાંકર ત્રિવેદીને ગાંધીનગર ડીઆઈજી સીઆઈડી ક્રાઈમ બ્રાંચમાં બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠામાં એસ.પી. તરીકે ફરજ બજાવતા પી.એલ. માલને ભાવનગર એસ.પી. તરીકે નિયુક્તિ કરાયા છે. જેમાં ગઈકાલે દીપાંકર ત્રિવેદીએ ભાવનગર એસ.પી.ના ચાર્જમાંથી વિદાય લેતા આજરોજ સાબરકાંઠાના એસ.પી. પી.એલ. માલ ભાવનગર એસ.પી.ને વિધિવત ચાર્જ સંભાળશે.