શહેર ભાવનગરમાં કુંભારવાડા નારી રોડ ઉપર હાલમાં ગટર લાઈન નાખવાનું કામકાજ આજથી આશરે ચારેક મહિનાથી ચાલુ છે અને આ રોડનું કામ છેલ્લા ચાર મહિનાથી ચાલુ હોય તેના કારણે આખો રોડ ખરાબ થઈ ગયેલ છે અને તેના કારણે રાહદારીઓના રોજ અકસમાત થા છે અને હાલમાં ચોમાસું ચાલુ હોય તેના કારણે આખા રોડમાં પાણી ભરાઈ છે. અને રાહદારીઓ રોડ ઉપરથી ચાલી શકતા નથી અને આ રોડમાં ખુબ જ પાણી, ગારો કીચડ રહે છે અને આ રોડ ઉપરથી ૧૦ ફુટ ઉંડા ખાડા ખોદવામાં આવેલ ઝછે અને આ કામના કારણે રાહદારીઓ તથા ત્યાં રહેતા વસતા લોકોને અસહ્ય મુશ્કેલીઓ પડે છે અને આ મુખ્ય માર્ગ હોય અને અન્ય કોઈ માર્ગ ન હોય તેના કારણે ત્યાં વસતા લોકોને ખુબ જ હાડમારી અને તકલીફનો સામનો કરવો પડે છે. અને લોકો બીમાર થતા હોય તો ૧૦૮ પણ આવી શકતી નથી અને કોઈ ઈમરજન્સી હોય તેના કારણે પણ ઘણી મુશ્કેલીઓ પડે છે. તેમજ તે રોડ ઉપર કબ્રસ્તાન સમશાન આવેલ હોય કોઈનું મરણ થઈ ગયેલ હોય તો પણ તેની દફન વિધી અંતિમવીધી કરવામાં પણ તકલીફ પડે છે અને આ રોડનું કામ હાલ ચોમાસાની સીઝનમાં ચાલુ રહે તો અનેક અકસ્માતો તેમજ અન્ય બનાવો બને તેમ છે અને જીવનું જોખમ હોય જેથી તાત્કાલીક અસરથી આ રોડનું કામકાજ પૂર્ણ કરવા અને નવો રોડ બનાવવા મુન્નાભાઈ દ્વારા માંગ કરાી છે. જો આ રોડનું કામકાજ ૧૦ દિવસમિાં પૂર્ણ કરી પહેલા જેવો રોડ કરી નાખવામાં નહી આવે તો શીવસેના સંગઠન દ્વારા રસ્તા રોકો આંદોલન તથા અન્ય આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે.