પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ.શાળામાં વૃક્ષારોપણની ઉજવણી કરવામાં આવી જેમાં કુલ ૬૦૦ રોપાની વ્યવસ્થા ગામના સરપંચ ગોકુળભાઈ વાઘેલા અને શાળાના શિક્ષકો કરમશીભાઈ ખસિયા અને મહેશભાઈ ખેરાળા દ્વારા કરવામાં આવી હતી. દરેક બાળક એક વૃક્ષ ઉછેરે એવો સંકલ્પ શીક્ષક શૈલેશભાઈ દ્વારા લેવડાવવામાં આવ્યો હતો અને શાળાના તમામ ૪૧૯ બાળકોને એક એક વૃક્ષ આપવામાં આવ્યું હતું. બાળકો વૃક્ષને વાવીને ભુલી જાય નહીં પણ ઉછેર કરે અને પુરી કાળજી લે તે માટે વૃક્ષનું મહત્વ શાળાના આચાર્ય બી.એ.વાળાએ સમજાવ્યું હતું. શાળાના તમામ શીક્ષકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહથી જોડાયા હતાં.