વાહન ચોરીના ગુન્હામાં વોન્ટેડ શખ્સ ઝડપાયો

975

રાજકોટ જિલ્લાના ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયેલ વાહનચોરીના ગુનામાં ફરાર શખ્સને એસ.ઓ.જી. ટીમે દાઠા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર ડી.ડી.પરમાર માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલને મળેલ બાતમી આધારે રાજકોટ જીલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ ૩૭૯ (વાહનચોરી)ના ગુન્હામાં વોન્ટેડ આરોપી રાજુભાઈ જમુરભાઈ બાટીયા ઉ.વ.૨૮ રહે દળાળના પાટીયા મુખ્ય બજાર મોદી ચોક તા.મહુવા વાળાને દાઠા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી દાઠા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ. આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ. હારિતસિંહ ચૌહાણ તથા બાવકુદાન ગઢવી જોડાયા હતા.

Previous articleજયાં સુધી સરકાર તરફથી ન્યાય નહીં ત્યાં સુધી પીપાવાવ આંદોલન શરૂ રહેશે
Next articleCISF દ્વારા વૃક્ષારોપણ કરાયું