સિહોરના મોટાચોક વિસ્તારમાં આવેલ એક ખાનગી બેંક દ્વારા દબાણ કરાતા આજે નગરપાલિકા દ્વારા જેેસીબી ફેરવી દેવાતા વિવાદ ઉભો થયો છે. સિહોરની મેઈન બજારમાં મોટાચોક વિસ્તારમાં આવેલ મર્કન્ટાઈલ નામની ખાનગી બેંક દ્વારા બેંક બહાર ઓટલાઓ બનાવીને દબાણ ઉભું કરાયુ હતું જેને લઈ ગઈકાલે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા નોટિસ અપાઈ હતી. અને એક દિવસ માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જેના અનુસંધાને આજે સિહોર નગરપાલિકા ટીમ દ્વારા બેંક દ્વારા કરવામાં આવેલ દબાણ પર જીસીબી ફેરવી છે અને દબાણને દુર કરાયુ હતું. જો કે આ ડીમોલેશનને લઈ વાદ-વિવાદ ઉભા થયા હોવાનું જાણવા મળ્યુ રહ્યુ છે.