પાલીતાણામાં વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીનાં નિકાલનો અભાવ

1165

પાલીતાણામાં ચોમાસાના વરસાદથી વિવિધ સોેસાયટી રોડ પર પાણી ભરાય રહે છે પાણીનો નિકાલની વ્યવસ્થામાં છીડા છે જેને લઈ સ્થાનીકોમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે માર્કેટીંગ યાર્ડ પાસે ગોરાવાડી, ગારીયાધાર રોડ, તળાવનો ખાડો ધોળા મંડળ, હોટલ સુમેરૂ પાસે, પોપડા વિસ્તાર, પરીમલ વિસ્તાર, વિક્રમનગર, સીપાઈ જુમાતની વાડી પાસે સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી નિકાલના અભાવે વરસાદી પાણી ભરાતા તેમજ કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાતા સ્થાનિક રહિશો હેરાન પેરશાન થઈ ગયા છે ઘણી સોસાયટીમાં રસ્તા પાકા, સ્ટોમ વોટર ડ્રેનેજ લાઈનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી રહ્યા છે.

ઉપરોક્ત સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતા ગંદકીની થર જામ્યા મચ્છર જીવજંતુનો ઉપદ્રવ થવા લાગે છે જે જીવજંતુ ઘરમાં પ્રવેશતા નાના બાળકો સહિત મોટા ઉંમરના વ્યક્તિને પણ કરડી જવાનો સતત ભય રહ્યા કરે છે. પાણીનો નિકાલ તાત્કાલીક થવો જોઈએ તેમજ નિયમીત દવાનો છંટકાવ કરવો જરૂરી બન્યો છે. મોટાભાગના સ્લમ વિસ્તારોમાં જ પાણી ભરાવાનો થઈ રહ્યાની બૂમ ઉઠવા પામી છે.જો તંત્ર સફાળુ નહી જાગે તો શહેરમાં રોગચાળોના ભરડો લઈ લેશે તેથી નિયમીત દવાનો છંટકાવ તેમજ પાણીનો નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તે જરૂરી છે. તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Previous articleપુસ્તક વાંચવાની કળા અંગે કાર્યશાળા
Next articleજાફરાબાદમાંથી દેશી દારૂના જત્થા સાથે બે મહિલા જબ્બે