જાફરાબાદ પોલીસે શહેરના કોળીવાડ અને મોચીવાડ વિસ્તારમાં બાતમી રાહે રેહડ કરી બે મહિલા બુટલેગરને દેશી દારૂ આથો સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. નાયબ પોલીસ અધિક્ષક આર.એલ. માવાણી સાવરકુંડલાના માર્ગદર્શન મુજબ જાફરાબાદ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.ટી. ચનુરા તથા પો સ્ટાફના પી.ડી.કલસરીયા વી.વી.ડાભી અજયભાઈ વાઘેલા મહિલા પો.કોન્સ. સમીમબેન જાફરાબાદ ટાઉનમાં પ્રોહી અગે જાફરાબાદ કોળીવાડમાં રહેતા હિરાબેન કાળુભાઈ શિયાળના રહેણાક મકાને રેઈડ કરતા દેશી પીવાનો દારૂ લી.૧૨ તથા દેશી દારૂ બનાવવાનો આથો લી.૧૨૦ મળી કુલ કિ.રૂા.૭૨૦ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવેલ અને જાફરાબાદ મોચીવાડ વિસ્તારમાં રહેતા ભાવનાબેન રણછોડભાઈ બારૈયાના રહેણાક મકાને રેઈડ કરતા દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવતા જે દારૂ બનાવવાની ભઠ્ઠી ગેસના ચુલા ઉપર ચાલતી હોય જેથી ગેસનો ચુલો ગેસનો બાટલો દેશી દારૂ લી.૧૪ તથા દારૂ બનાવવાનો આથો લી.૨૬૦ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ કી.રૂા.૨૯૩૫ના પ્રોહી સાથે પકડી લઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને આરોપી બંન્ને બહેનોને નામદાર કોર્ટે જેલ હવાલે કરેલ.