ભાવનગર મહાનગર પાલ્કા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક મહત્વપુર્ણ બેઠક શિક્ષણ ક્ષેત્રના વિવિધ પ્રશ્નો અંગે ચેરમેન નિલેશભાઈ રાવળના અધ્યક્ષ પદે મળી હતી. આ બેઠકમાં શાસનાધિકારી જે.એન. ત્રિવેદી હાજર રહયા હતા. મળેલી આ બેઠકમાં સ્કુલોમાં સુવિધા વિગેરે પ્રશ્નો અંગે નવ જેટલા ઠરાવો રજુ થવા પામેલ.
બેઠકની શરૂઆતમાં કોંગ્રેસના સભ્યો મણીયાર અમે પ્રશ્ન રજુ કર્યા છે, તેવી વાત કરતા ચેરમેને આવા પ્રશ્ને સાથે મળીને ચર્ચા કરીએ ચર્ચાથી જ તેનો ઉકેલ થાય તેવી સમજણ આપતા હતા, દરમ્યાન મણીયાર, વિવેકભાઈ દિધે અને નિર્મળસિંહ જાડેજા અચાનક ઉઠીને બહાર નિકળી જવા તૈયારી કરતા ચેરમેને ચર્ચા કરોની ફરથી વાત દોહરાવવા છતા કોંગીના ત્રણ સભ્યો હતાશા-નિરાશા અનુભવી બેઠકમાંથી વોક આઉટ કરી જતા શિક્ષણ સમિતિના અન્ય સભ્યોએ મુદ્દાસર ચર્ચાઓ કરતા તમામ નવે ઠરાવો પાસ કરી દીધા હતા.
એવી પણ વિગત જાણવા મળી કે, પ્રશ્નની બાબતે વિવેકભાઈએ ચેરમેન જોડે ચર્ચા કરે છે, ત્યાં તેમને પણ બહાર લઈ જવામાં આવેલ આમ કોંગીના ત્રણે સભ્યો બહાર ચાલ્યા જતા વાત બેઠકમાંથી વોક આઉટ કર્યોની ચર્ચા સભ્યોમાં જાગી હતી, પરંતુ એજન્ડા પરના બધા જ ઠરાવો મુદ્દે સભ્યોએ વહિવટી તંત્ર સાથે નાનામાં નાની બાબતની પણ ચર્ચાઓ કરીને રજુ થયેલા તુમારો પાસ કરેલ જેમાં એક ઠરાવ સુધારો પણ રજુ થતા તે પણ ઠરાવ પાસ કરી દેવાયો હતો.
મળેલી બેઠકમાં શાળા નં-૭૦ લંબે હનુમાન જગ્યા ફાળવવા શાળા નં-૭૩ મેદાન માટે જમીન ફાળવવા શાળાનું મકાન બનાવવા જમીન ફાળવવા, ૧૩ વોર્ડ કેન્દ્રવર્તિ શાળાની રચના છે તે જાળવી રાખવા, શાળા સફાઈ ખર્ચ તેમાં રૂા.૧૦૦૦નો વધારો કરવા, લમસમ ટેલીફોન ભથ્થુ, ફર્નિચર, વિધાર્થીઓની વાર્ષિક પરીક્ષા ટેન્ડર પ્રક્રિયાથી સ્ટેશનરી વિગેરે લેવા, સાંસ્કૃતિક કાર્યક્રમ ડ્રેસની ખરીદી અને તેના નિભાવ અંગેના ઠરાવ ચર્ચાને અંતે પાસ કરેલ.
ચેરમેન નિલેશભાઈ રાવળે બેઠકને સંબોધતા તેમણે ટુકમાં જણાવ્યુ હતુ કે, શિક્ષણક્ષેત્રે સ્કુલોની પ્રગતિ વિધાર્થીઓ માટે સારૂ શિક્ષણ આપવુએ આપણી નૈતિક ફરજમાં આવે છે અને તે પ્રમાણે સમગ્ર શિક્ષણનું કાર્ય તેજગતિથી વિધાર્થીઓના ભાવી દ્યડતરમાં ઉપયોગી બને તેવો આપણે બધાએ સાથે મળીને સહયારો પ્રયાસ કરવાનો છે. તેમણે વિપક્ષના ત્રણ સભ્યો વોક આઉટ કરી ગયા તે અંગે ટુંકી ટકોર કરતા એવુ કહ્યુ હતુ કે, આ સભ્યો પણ આપણ સાથી સભ્યો છે, પણ તેઓ શાંતિથી બેસીને પ્રશ્નો રજુ કરે તે આવકાર દાયક છે, આપણા પ્રશ્નો ચર્ચાથી જ ઉકેલવા બેઠા છીએ પણ તેઓ નિરાતે બેસતા જ નથી તેવી રાજકિય માર્મિક ટકોર પણ કરી હતી.
મળેલી આ બેઠકમાં મહેન્દ્રસિંહ ગોહિલ, જસવંતભાઈ ગાંધી, વર્ષાબા પરમાર, નરેશ મકવાણા, બકુલભાઈ ત્રિવેદી, કમલેશ ઉલ્વા અને જાગૃતિબેન હાજર રહીને એજન્ડા પરના મુદ્દાઓમાં ચર્ચા કરી પાસ કર્યા હતા.
શિક્ષક સંદ્યની કાર્યવાહી માટે સમિતિના બે સભ્યો જશુભાઈ ગાંધી અને જાગૃતિબેન રાવળની પ્રતિનિધિ તરીકે વરણી કરાય હતી.