GPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે

2322

ઈતિહાસ

૧૦૬ કીર્તિકૌમુદી નામનું મહાકાવ્ય કોણે લખ્યું?

– કવિ સોમેશ્વર

૧૦૭ દક્ષિણમાં આવેલું કયું તીર્થધામ જૈન કલાનો શ્રેષ્ઠ નમુનો ગણાય છે?

– શ્રવણબેલગોડા

૧૦૮ દેલવાડાના દેરા કોણે બંધાવ્યા હતા?

– મંત્રી વિમલશાહ

૧૦૯ ભગવાન બુદ્ધનો જન્મ કયા થયો હતો?

– લુમ્બિની વનમાં

૧૧૦ ભગવાન બુદ્ધે સંસારત્યાગનો પ્રસંગ ઇતિહાસમાં કયા નામે ઓળખાય છે?

– મહાભિનિષ્ક્રમણ

૧૧૧ ગૌતમ બુધ્ધને કયા વૃક્ષની છાયામાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થયો?

– બોધિ વૃક્ષ

૧૧૨ ભગવાન બુદ્ધે લોકોને ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?

– પાલિ ભાષામાં

૧૧૩ બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો કેટલા હતા?

– ચાર

૧૧૪ મૌર્ય સમ્રાટ અશોકે કયો ધર્મ સ્વીકાર્યો?

– બૌદ્ધ

૧૧૫ બૌદ્ધ ધર્મ કેટલા પંથમાં વહેચાયો?

– બે હિનયાન અને મહાયાન

૧૧૬ કયા પંથના અનુયાયીઓ મૂળ સિદ્ધાંતને વળગી રહ્યા?

– હિનયાન પંથના

૧૧૭ હાલ ભારતમાં કયો બૌદ્ધ ધર્મ પ્રચલિત છે?

– નીઓ બૌદ્ધ ધર્મ જે ડો. આંબેડકરે શરુ કરેલ

૧૧૮ બૌદ્ધ સંઘે શાનો આદર્શ આપ્યો?

– લોકશાહીનો

૧૧૯ સાતમી સદીમાં હ્યું-એન-સંગ કઈ વિદ્યાપીઠોની મુલાકાત લીધી?

– નાલંદા અને વલભી

૧૨૦ બૌદ્ધ ધર્મે કયા મહાપંડિતોની ભેટ આપી?

– વસુમિત્ર, નાગાર્જુન અને અશ્વઘોષ

૧૨૧ મહાયાનપંથની રચના પાછળનું પ્રેરકબળ કોણે માનવામાં આવે છે?

– આચાર્ય નાગાર્જુન

૧૨૨ બૌદ્ધ ધર્મના ધાર્મિક સાહિત્યમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?

– ત્રિપિટક

૧૨૩ બુદ્ધચરિત નામનું મહાકાવ્ય સંસ્કૃતમાં કોણે લખ્યું હતું?

– મહાપંડિત અશ્વઘોષ

૧૨૪ કઈ ગુફાઓ સ્થાપત્યના સર્વોત્કૃષ્ટ નમૂના છે?

– અજંતા અને ઈલોરા

૧૨૫ કયા ચૈત્યો તેની કારીગરી મતે જાણીતા છે?

– કાર્લા અને ભોજાના

૧૨૬ બૌદ્ધ સ્થાપત્યનું વિશિષ્ટ અંગ કયું છે?

– સ્તૂપ

૧૨૭ અમરાવતીનો સ્તૂપ શેનાથી બાંધવામાં આવ્યો છે?

– આરસપહાણ

૧૨૮ કયો સ્તૂપ વિશ્વની અજાયબી ગણાય છે?

– જાવાનો બોરોબદુર સ્તૂપ

૧૨૯ બૌદ્ધ શિલ્પકલાનો શ્રેષ્ઠ નમુનો કયો છે?

– સારનાથનો અશોકસ્તંભ

૧૩૦ બૌદ્ધ ધર્મે કઈ શૈલીની મૂર્તિની ભેટ આપી છે?

– ગાંધાર અને મથુરા શૈલી

૧૩૧ મથુરા શૈલીમાં કોના સૌન્દર્ય તરફ વધારે કક્લજી રાખવામાં આવી છે?

– આત્માના સૌન્દર્ય

૧૩૨ અજંતામાં કુલ કેટલી ગુફાઓ છે?

– ૨૯ ગુફાઓ

૧૩૩ મ્યાનમારના કયા મંદિરો વિશ્વવિખ્યાત છે?

– બૌદ્ધ પેગોડા મંદિરો

૧૩૪ ત્રિપિટકમાં કેટલા મહાજન પદનો ઉલ્લેખ છે?

– ૧૬

૧૩૫ ભગવાન બુદ્ધના સમયમાં કેટલા શક્તિશાળી રાજ્યતંત્ર હતા ?

– ચાર ( કોશલ, મગધ, વત્સ અને અવંતિ)

૧૩૬ મગધની મહાનતાનો સ્થાપક કોણ હતો?

– રાજા બીંબીસાર

૧૩૭ નંદ વંશની સ્થાપના કોણે કરી? – મહાપદ્માનંદે

૧૩૮ નંદ વંશનો છેલ્લો રાજા કોણ હતો?

– ધનનંદ

૧૩૯ મૌર્યવંશની સ્થાપના કયા થઇ?

– મગધમાં

૧૪૦ મગધને ભારતવર્ષનું સર્વોચ્ચ રાજ્ય બનાવવામાં કોનો ફાળો રહેલો છે?

– ચંદ્રગુપ્ત મૌર્ય અને મંત્રી ચાણક્ય

Previous articleનગરપ્રાથમિક શિક્ષણ સમિતિની ખાસ બેઠકમાં શિક્ષણક્ષેત્રના ૯ ઠરાવોની ચર્ચા કરી પાસ કરાયા
Next articleહવે માનુષી છિલ્લર ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર