રણબીરની સાથે કામ કરવા માટે તૈયાર છે કરીના કપુર

2802

કરીના કપુર અને કજિન રણબીર કપુર વચ્ચે ખુબ સારા પરિવારિક સંબંધ રહેલા છે. બન્ને વચ્ચે ભાઇ બહેનના પ્રેમને જોઇ શકાય છે. કરીના કપુરે કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તે ચોક્કસપણે માને છે કે હાલના સમયમાં બોલિવુડમાં રણબીર કપુર બેસ્ટ એક્ટર તરીકે છે. તે પોતાની એક્ટિંગ કુશળતા સતત સાબિત કરી રહ્યો છે. રણબીર કપુર સાથે તે ખુબ પ્રોટેક્વિટવ અનુભવ કરે છે. રણબીર કપુર અને કરીના કપુરના ચાહકો પણ બન્નેને એક સાથે જોવા માટે તૈયાર છે. કરીના કપુરે હાલમાં જ કહ્યુ હતુ કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે તૈયાર છે. હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપુરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે કરીના એ કહ્યુ હતુ કે તે રણબીર કપુરથી એક્ટિંગને લઇને ખુબ પ્રભાવિત રહી છે.

Previous articleહવે માનુષી છિલ્લર ફિલ્મી દુનિયામાં પ્રવેશ કરવા તૈયાર
Next articleબિગ બોસ મરાઠી અંતિમ ચરણમાં સ્મિતા ગોંડકર